🔥 ट्रेंडिंग वकील मनीषभाई ने आंदोलन में बाधा डाल रह... सिल्लोडजवळ एसटी बसचा भीषण अपघात; ब्रेक... उज्जैन पुलिस ने कहा, स्थानीय प्रभावशाल... रैप रूमर से हुआ हलचल: लवली प्रोफेशनल य... बॉलीवुड हंगामा ने पुमनाम पांडे के 120... रवि किशन को मिला एकल भूमिका, महावीर जै...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠા LCB દ્વારા દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની પાસા હેઠળ ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 सित. 2026, 01:50 PM 👁 110
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા LCB પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના હાડેતર ગામના નરપતસિંહ ભવાનીસિંહ રાજપુત નામના બુટલેગરને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને સપ્લાયના ગુનામાં પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલી દીધો છે..

બનાસકાંઠામાં-:
ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ અને હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા બુટલેગર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.પરીક્ષિતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા રાજય સરકારની જીરો ટોલરન્સ નીતિ અનુરૂપ કાર્યવાહી કરવાના નિર્દેશોને પગલે બનાસકાંઠા LCB પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે.રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરીને અટકાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો સામે અસરકારક પગલાં લેવા માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે બનાસકાંઠા પાલનપુર દ્વારા એલ.સી.બી.પાલનપુરને ટાસ્ક આપવામાં આવ્યો હતો.આ સૂચનાઓના આધારે એલ.સી.બી.પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ અને તેમની ટીમે રાજસ્થાનના જાલોર જિલ્લાના હાડેતર ગામના નરપતસિંહ ભવાનીસિંહ રાજપુત નામના ઈસમ સામે ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં રાખવા માટે જરૂરી રેકર્ડ એકત્ર કર્યું.નરપતસિંહ ભવાનીસિંહ રાજપુત સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેને જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જોકે, આરોપી વારંવાર તપાસમાં મળી આવતો ન હોવાથી હેડ કોન્સ્ટેબલ અરજણાજીની ટીમે હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ પાલનપુર ખાતેથી તેને રાઉન્ડ અપ કર્યો. ત્યારબાદ તેને પાસા હેઠળ અટકાયતમાં લઈ જીલ્લા જેલ ભાવનગર ખાતે કેદ રહેવા મોકલી આપવામાં આવ્યો છે..

આરોપી નરપતસિંહ ભવાનીસિંહ રાજપુતનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તેની સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(ર) તથા ભારતીય ન્યાય સહીતા કલમ-૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(ર) મુજબ ગુના નોંધાયેલા છે.આ પ્રશંસનીય કામગીરી એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા તથા જે.એસ.ગઢવી અને તેમની ટીમના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
📲Get App