🔥 TRENDING ઉગલવાણથી મોટા ખુડડા રોડની ખરાબ હાલત ઉગ... Gautam Mishra se milne aaye bsp ke net... મહેસાણા LCB દ્વારા પ્રોહીબીશન ગુનામાં... मुख्यमंत्री आवास घेराव के दौरान छात्रो... ‘First Christmas’ Film to Start Shooti... ‘Oka Court Case’ Spotlight on Contempo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ LCB પોલીસે સમીના કનીજ ગામની સીમમાં થયેલી ગર્ભવતી ભેંસની કતલનો અણઉકેલાયેલ ગુનો ઉકેલ્યો

✍️ Reporter: Atul Thakor 🗓 28 Sep 2026, 03:59 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ LCB પોલીસે સમીના કનીજ ગામની સીમમાં થયેલી ગર્ભવતી ભેંસની કતલનો અણઉકેલાયેલ ગુનો ઉકેલ્યો; એક આરોપી ઝડપાયો, બે ફરાર સાગરીતોની શોધખોળ શરૂ..............


​પાટણ:



પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સમી પોલીસ સ્ટેશન વિસ્તારના કનીજ ગામની સીમમાં આશરે ત્રણ મહિના પહેલાં આચરવામાં આવેલા ગર્ભવતી ભેંસની કરૂર કતલના વણશોધાયેલા ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




​ઘટનાની વિગત:
સમી તાલુકાના કનીજ ગામના રહીશ બેચરભાઈ વિરમભાઈ ઠાકોરે ગત તારીખ 13 જૂન, 2026ના રોજ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તારીખ 12 જૂનની બપોરથી 13 જૂનની સવાર દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેમની ગર્ભવતી ભેંસને ક્રૂરતાપૂર્વક કાપીને મારી નાખી હતી. આ સંદર્ભે સમી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 325 હેઠળ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



​તપાસ અને આરોપીની કબૂલાત:
તપાસ દરમિયાન સમીના અમરાપુર પાર્ટી ખાતે રહેતા અલ્લારખા કાળુ સિન્ધીની સંડોવણી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ અટકાયત કરાયેલા અલ્લારખા સિન્ધીની LCB ટીમે સઘન પૂછપરછ કરતાં તેણે આ ગુનાની કબૂલાત કરી હતી.
​આરોપીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે આ કતલ તેણે એકલાએ નહીં પરંતુ તેના અન્ય બે સાગરીતો—હારૂન જુમા સિન્ધી (રહે. જામવાડી, જામનગર) તથા મોહંમદ શાકીબ મનન (રહે. વટવા, અમદાવાદ)—સાથે મળીને કરી હતી.



​આગામી કાર્યવાહી:
ઝડપાયેલા મુખ્ય આરોપી અલ્લારખાને આગળની કાયદાકીય કાર્યવાહી અર્થે સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે ગુનામાં સંકળાયેલા અને હાલ ફરાર એવા બંને સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.
📲Get App