🔥 ट्रेंडिंग TNPSC அறிவித்தது: 6,574 காலி பணியிடங்க... शहर में व्यवस्था को किस तरह से नियंत्र... ભરૂચના નબીપુર અને કરજણ તાલુકામાં મોટા... हजारीबाग में पर्यावरण संरक्षण संदेश के... भौतिकी नोबेल पुरस्कार 2026: फ्रांसिस ह... हजारीबाग के नगवां टोल प्लाज़ा में बड़े...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા LCB દ્વારા ભેંસ ચોરી અને કતલખાને વેચતા ૩ ઈસમો સામે પાસાની કાર્યવાહી..
अपराध

મહેસાણા LCB દ્વારા ભેંસ ચોરી અને કતલખાને વેચતા ૩ ઈસમો સામે પાસાની કાર્યવાહી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 11:58 AM 👁 37
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં ખેડૂતોની જંગમ મિલકત એવી ભેંસોની ચોરી કરી કતલખાને તથા અન્ય જગ્યાએ વેચી આર્થિક નુકસાન પહોંચાડતા ત્રણ ઈસમો વિરુદ્ધ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસાની કાર્યવાહી કરવામાં આવી છે..

મહેસાણામાં-:
ખેડૂતોની જંગમ મિલકત ગણાતી ભેંસોની ચોરી કરીને તેને કતલખાને અથવા અન્ય સ્થળોએ વેચી દેવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, મહેસાણા દ્વારા આ ઈસમો વિરુદ્ધ પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે..

આ ઈસમો ખેડૂતોની ભેંસોની ચોરી કરીને તેમને મોટું આર્થિક નુકસાન પહોંચાડતા હતા. આ ઉપરાંત, તેઓ મિલકત સંબંધિત અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આવા ગુનાખોરોને કાયદાના સકંજામાં લાવવા માટે LCB દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પાસા હેઠળની કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય આવા ગુનાખોરોને સમાજ માટે જોખમી પ્રવૃત્તિઓ કરતા અટકાવવાનો અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો છે.LCB દ્વારા આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અન્ય ઈસમો પર પણ નજર રાખવામાં આવી રહી છે,જરૂર જણાયે કડક કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App