अपराध
મહેસાણા LCB દ્વારા વાહન ચોરીનો ગુનો ઉકેલાયો: વડોસણનો યુવક ચોરીની બાઇક સાથે ઝડપાયો..
મહેસાણા LCB ટીમે પેટ્રોલીંગ દરમિયાન એક ચોરીની બાઇક સાથે વડોસણ ગામના એક યુવકને ઝડપી પાડીને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાઇકલ ચોરીનો ગુનો ઉકેલ્યો છે..
મહેસાણામાં-:
મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વાહન ચોરીના બનાવો પર અંકુશ મેળવવા માટે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને ગાંધીનગર રેન્જ DIG વિરેન્દ્રસિંહ યાદવની સૂચનાથી LCB ટીમે પેટ્રોલીંગ તેજ કર્યું હતું.આ દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાઇકલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી એક આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો છે.LCB પી.આઇ.એ.એમ.કામળીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના PSI એસ.વી. પઢારીયા, ASI નરેન્દ્રસિંહ, અને HC પ્રદીપકુમાર સહિતની ટીમ મહેસાણા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન નાગલપુર પાટીયા પાસે ASI નરેન્દ્રસિંહ અને HC પ્રદીપકુમારને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મરૂન કલરનું ચેક્સ વાળા શર્ટ અને કાળા પેન્ટમાં એક ઈસમ પાલાવાસણા સર્કલ બ્રિજ નીચે નંબર વગરનું બ્લેક કલરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લઇને ઉભો છે..
બાતમીના આધારે પોલીસે પંચો સાથે દરોડો પાડી શંકાસ્પદ ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઠાકોર કનુજી ઉર્ફે કરણ દિવાનજી ધુળાજી (ઉં.વ. ૨૫, રહે. વડોસણ ઉગમણોવાસ, તા.જી. મહેસાણા) હોવાનું જણાવ્યું હતું. બાઇકના કાગળો માંગતા તે ગોળ-ગોળ જવાબો આપવા લાગ્યો હતો. પોલીસે બાઇકના ચેચિસ અને એન્જિન નંબરના આધારે 'ઈ-ગુજકોપ' (e-GujCop) પોર્ટલ પર તપાસ કરતા આ બાઇક મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ BNS કલમ-૩૦૩(૨) મુજબના ચોરીના ગુનાનું હોવાનું ખુલવા પામ્યું હતું.પોલીસે રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કબ્જે કરી આરોપી ઠાકોર કનુજી ઉર્ફે કરણની અટકાયત કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.