🔥 TRENDING Tamil Nadu CM Announces ₹50 Lakh Rewar... All-Woman SIT Takes Over POCSO Probe i... Nitin Gadkari inaugurates Mukhyamantri... MP High Court Issues Non‑Bailable Warr... Madhya Pradesh Restarts Public Transpo... Man Fatally Stabbed in E‑Rickshaw Robb...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર નજીક LCBએ ૨૩ પેટી દારૂ સાથે એક ઝડપ્યો, કુલ રૂ. ૩.૬૭ લાખનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Sep 2026, 03:52 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB ટીમે હિંમતનગર નજીકથી એક કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની ૨૩ પેટીઓ ઝડપી પાડી છે. પોલીસે કાર, દારૂ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સાબરકાંઠા દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની ૨૩ પેટીઓ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડી, દારૂ/બીયર અને મોબાઈલ મળી કુલ રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા LCB ટીમે ભાદરવી પૂનમ પદયાત્રા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, LCB સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નિરીલકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડી (નંબર GJ-27-BL-6048) ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી હિંમતનગરથી વિજાપુર તરફ જઈ રહી છે.

બાતમીના આધારે, LCB ટીમે હિંમતનગર RTO સર્કલ હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમીવાળી સફેદ કલરની રીટ્ઝ ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરતાં ચાલકે નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડીનું ટાયર ફાટી જતાં તે ત્યાં જ અટકી ગઈ હતી. પોલીસે ગાડી ચાલક અમિતકુમાર સ/ઓ લક્ષ્મણભાઈ તેજાભાઈ અસોડા, રહે. ઝાંઝરી ઉપલો ફળો, તા. નયાંગાવ, જી. ઉદેપુર (રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની કુલ ૨૩ પેટીઓ (બોટલ/ટીન નંગ-૮૧૬) જેની કિંમત રૂ. ૨,૫૭,૦૧૮/- તથા મોબાઈલ ફોન જેની કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડી જેની કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App