🔥 TRENDING ദേശീയ ആയുർവേദ ദിനചാരണത്തിന്റെ ഭാഗമായി... ગણપતિ વિસર્જન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્... चिराग पासवान ने गाया हिंदी गाना, वीडिय... बाबा रामदेव ने प्रेस कॉन्फ्रेंस कर पतं... એશિયન ગેમ્સમાં ભારતને સોફ્ટ ટેનિસમાં મ... સાબરકાંઠા: પરિણીતાની હત્યાના ગુનામાં પ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા પેરોલ જમ્પ થયેલો પાકા કામનો કેદી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 07:58 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થયેલા એક પાકા કામના કેદીને અમદાવાદ ગ્રામ્ય LCB/પેરોલ ફર્લો સ્કોડે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે..

પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટની સૂચના અનુસાર, જિલ્લામાં નાસતા ફરતા અને પેરોલ જમ્પ થયેલા આરોપીઓને પકડવા માટે LCB દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, LCB ના PI આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ PSI પી.જી.બારૈયા અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી..

HC અનુપસિંહ સોલંકી અને HC ઈસ્માઈલબેગ મિરઝાને મળેલી ચોક્કસ હ્યુમન સોર્સની બાતમીના આધારે, પોલીસે ચાંદખેડા વિસ્તારમાંથી ભૂષણ હરીશભાઈ પટેલ નામના આરોપીને દબોચી લીધો હતો. ભૂષણ પટેલ, જે પાકા કામનો કેદી નં. બ/38447 તરીકે નોંધાયેલ છે, તે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો.આરોપી ભૂષણ હરીશભાઈ પટેલ, જે 12, તીર્થભૂમિ પાર્ક સોસાયટી, શારદા પેટ્રોલપંપ પાછળ, ચાંદખેડા, અમદાવાદનો રહેવાસી છે, તેને અમદાવાદ ગ્રામ્ય LCB/પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં PI કરમટીયા, PSI બારૈયા, ASI જયદીપસિંહ વાઘેલા, ASI રાજુજી ઠાકોર, ASI કપિલદેવસિંહ વાઘેલા, HC મિરઝા, HC હિમાંશુ પરમાર, HC અનુપસિંહ, HC છત્રસિંહ સોલંકી, HC કુલદિપસિંહ ઝાલા, PC ચમનભાઈ જાદવ અને ડ્રા.હે.કો. વિજયભાઈ સોલંકી સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
📲Get App