🔥 TRENDING Rahul Gandhi Demands Update on Probe i... Odisha family of 7 and driver killed a... 19 West Bengal Workers Detained in Chh... Bay of Bengal Low-Pressure Area May In... Mamata-Congress Alliance in Nandigram... ફરીયઃદ
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ગ્રામ્ય LCBએ પંજાબથી ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ

✍️ Reporter: Dhaval Maheta 🗓 20 Sep 2026, 11:25 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસે નેશનલ હાઈવે નંબર-53 પરથી 1.03 કરોડ રૂપિયા થી વધુનું વિદેશી દારૂ ઝડપી પાડ્યું અને બે આરોપીઓની ધરપકડ કરી.

સુરત ગ્રામ્ય LCBએ પંજાબથી ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો. પોલીસે નેશનલ હાઈવે નંબર-53 પરથી એક ટ્રકમાંથી 1.03 કરોડ રૂપિયા થી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ રોકવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત LCB ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના સ્ટાફને બાતમી મળી હતી.

બાતમી મુજબ, MP-09-BK-9775 નંબરનો એક ટાટા ટ્રક ચાલક ધુલીયાથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નવાપુર, વ્યારા અને બારડોલી થઈને એક્સપ્રેસ હાઈવે દ્વારા અમદાવાદ તરફ જવાનો હતો.
📲Get App