🔥 TRENDING Rajasthan cracks down on fertilizer bl... India Issues Guidance for Online Fraud... ASI in Chandigarh Crime Branch Found H... TGCSB Arrests 101 in Nationwide Cyberc... India could unlock 1% GDP growth, Econ... Government unveils 2026-30 roadmap to...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડીસામાં ૧૦થી વધુ ઘરફોડ ચોરીઓના રીઢા આરોપીને મુદામાલ સાથે LCB પાલનપુરે ઝડપ્યો..
Crime

ડીસામાં ૧૦થી વધુ ઘરફોડ ચોરીઓના રીઢા આરોપીને મુદામાલ સાથે LCB પાલનપુરે ઝડપ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Sep 2026, 06:20 PM 👁 120
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નૂતન કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાંચ પાલનપુરે અગાઉ ૧૦થી વધુ ચોરીઓના ગુનામાં સંડોવાયેલ આરોપી વિપુલભાઈ ઉર્ફે ટેણીને પકડી લીધો છે..

બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) પાલનપુર દ્વારા અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાઓના આધારે ડી.એમ.રાઠોડ, પોલીસ ઈન્સ્પેક્ટર LCB પાલનપુરના નેતૃત્વમાં આર.બી.જાડેજા અને જે.એસ.ગઢવીની ટીમોએ હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી દરમિયાન ડીસા શહેરના ઉત્તર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુના સાથે વિપુલભાઈ ઉર્ફે ટેણી માઘાભાઈ લુહારની સંડોવણી હોવાની માહિતી મળી હતી.

આ માહિતીના આધારે પોલીસે વિપુલભાઈને ડીસા ગાયત્રી મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો. તેના કબજામાંથી ત્રણ ફૂલસ વાલ્વ અને માઉન્ટેડ કન્સીસ્ટન્ટ વાલ્વ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.૩,૦૦૦/- છે. આ મુદામાલ ડીસા શહેરમાં આવેલ નૂતન કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં રીનોવેશન કામ ચાલુ હોય તેવા મકાનમાંથી ચોરી કરી લીધેલો હતો. આરોપી વિપુલભાઈ ઉર્ફે ટેણી, ઉંમર ૨૯ વર્ષ, રહે. ડાયમંડ સોસાયટી, ડીસા, જિલ્લો બનાસકાંઠા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોસાયટીઓમાં બંધ મકાનોની રેકી કરી, તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ચોરી કરવાની ટેવ ધરાવે છે. તે અગાઉ દસથી વધુ ઘરફોડ અને અન્ય ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલો છે. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૧(૪) અને ૩૨૪(૨) મુજબ ગુના નં. ૧૧૧૯-૫૦૧૬૨૬૦૮૦૩/૨૦૨૬ દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે. LCB બનાસકાંઠાએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવામાં અને આવા ગુનાઓને અટકાવવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. આ કાર્યવાહીમાં એસ.એસ.આઈ મુકેશભાઈ ડાહ્યાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ભીમાજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.આમ,ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ એ પ્રશંસનીય કામગીરી કરેલ છે.
📲Get App