🔥 ट्रेंडिंग ચીખલી ગામમાં ભારે બરસાદ: 31 પરિવારોને... સુરતમાં પસોદરા એસ્ટ્રો હાઈટ્રાસ બહાર પ... અમદાવાદમાં વરસાદ: 10 અંડરપાસ બંધ टाइम्स ऑफ़ इंडिया ने 'बीहेमॉथ' के टीज़... साई पल्लवी को सिता का किरदार: दीपिका च... रामायण ट्रेलर रिलीज़ तिथि घोषित; रणबीर...
23 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર LCBની મોટી સફળતા: અલંગ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
अपराध

ભાવનગર LCBની મોટી સફળતા: અલંગ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 23 जुल. 2026, 07:48 PM 👁 35

કામગીરી કરનાર પોલીસ ટીમ ​આ સફળ કામગીરી LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ, PSI શ્રી આર.એ.વાઢેર, શ્રી વી.સી.જાડેજા, શ્રી પી.ડી.ઝાલા તથા સ્ટાફના દિલુભાઇ આહિર, અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, શૈલેષભાઇ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા, ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઇ બારૈયા અને વિશ્વજીતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

ભાવનગર:
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને મોટી સફળતા સાંપડી છે. અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી પકડવાના બાકી રહેલા આરોપીને LCBની ટીમે ઝડપી પાડ્યો છે.
​બાતમીના આધારે ત્રાપજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયો
​મળેલી માહિતી મુજબ, તારીખ ૨૩/૦૭/૨૦૨૬ના રોજ LCBની ટીમ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ/ડે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અલંગ પો.સ્ટે.માં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અજયભાઇ પ્રવિણભાઇ ડાભી (રહે. ગુંદાળા વિસ્તાર, શિહોર) ત્રાપજ બસ સ્ટેન્ડ પાસે ઉભેલો છે.
​બાતમી વાળી જગ્યાએ તુરંત જ દરોડો પાડી તપાસ કરતા આરોપી સ્થળ પરથી મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ અર્થે તેને અલંગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
​ઝડપાયેલ આરોપીની વિગત
​નામ: અજયભાઇ પ્રવિણભાઇ ડાભી (ઉં.વ. ૨૪)
​રેઠાણ: રામાપીરના મંદિર પાસે, ગુંદાળા વિસ્તાર, શિહોર, જી. ભાવનગર
​ગુન્હાની વિગત
​પોલીસ સ્ટેશન: અલંગ પો.સ્ટે.
​ગુ.ર.નં.: ૦૧૭૩/૨૦૨૬
​કલમ: પ્રોહિબિશન એકટ કલમ ૬૫ (એ)(એ), ૧૧૬ (બી), ૮૧
​કામગીરી કરનાર પોલીસ ટીમ
​આ સફળ કામગીરી LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ, PSI શ્રી આર.એ.વાઢેર, શ્રી વી.સી.જાડેજા, શ્રી પી.ડી.ઝાલા તથા સ્ટાફના દિલુભાઇ આહિર, અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, શૈલેષભાઇ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા, ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઇ બારૈયા અને વિશ્વજીતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
📲Get App