🔥 TRENDING बालोतरा में जलदाय विभाग की बड़ी कार्रव... 500 ਨਕਲੀ ਨੋਟਾਂ ਦੀ ਕਾਲਾ ਕਾਰੋਬਾਰ ਵਿੱਚ 4... મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા મ... Headlines સશક્ત આરોગ્ય તંત્ર – સ્વસ્થ ગુજરાતની દ... ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ 'ਚ ਵੱਡਾ ਧਮਾਕਾ, ਪ੍ਰੋ. ਚੰ...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
LCB અને ઠાસરા પોલીસની સંયુક્ત ઓપરેશનમાં ૨,૫૦૦ કિલો ગેરકાયદેસર બીફટેલો જપ્ત
Crime

LCB અને ઠાસરા પોલીસની સંયુક્ત ઓપરેશનમાં ૨,૫૦૦ કિલો ગેરકાયદેસર બીફટેલો જપ્ત

✍️ Reporter: Rahod Alpeshkumar 🗓 26 Aug 2026, 09:08 PM 👁 156
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

LCB અને ઠાસરા પોલીસની સંયુક્ત કાર્યવાહી દ્વારા ૨,૫૦૦ કિલો બીફટેલો, ૧૫૦ ડબ્બા અને ૨૦૦ કિલો બેરલ સહિત અનેક સાધનો જપ્ત થયા, સાથે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ.

LCB અને ઠાસરા પોલીસની સંયુક્ત ઓપરેશનમાં અંદાજે ૨,૫૦૦ કિલો ગેરકાયદેસર બીફટેલો, ૧૫૦ જેટલા ડબ્બા, ૨૦૦ કિલોનું બેરલ, પાયલોટિંગમાં વપરાતી ઇકો કાર અને ટ્રાન્સપોર્ટ વાહન જપ્ત થયા. ઓપરેશન દરમિયાન સ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

જપ્ત થયેલ બીફટેલાનો રૂટ સેવાલિયાથી ભરીને આણંદ જિલ્લામાં આવેલા ભાલેજ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ વાહનનું ચેકિંગ કરતી વખતે જથ્થો મળી આવ્યો.

પોલીસને શંકા છે કે આ અશુદ્ધ ચરબી ખાદ્ય પદાર્થો, ડેરી પ્રોડક્ટ્સ અથવા હોટેલોમાં ગેરકાયદેસર મિલાવટ માટે ઉપયોગમાં લેવાય છે. આ બાબતમાં વધુ તપાસ ચાલુ છે, જેથી કાયદો અમલમાં લાવીને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
📲Get App