🔥 TRENDING સુરત સાયબર ક્રાઈમ દ્વારા કરોડોની છેતરપ... மாணவர்களின் கைகளில் பேனா, எதிர்காலத்தை... Accident F-35A Makes First Flight Over Jodhpur... Woman Manager Stops Midnight ATM Heist... ಇಂದು ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಕಬ್ಬು...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રોહિબિશન ગુનાનો નાસતો આરોપી ઝડપાયો : સુરેન્દ્રનગર LCB એ ચોટીલાના સુરૈઇથી પકડ્યો

પ્રોહિબિશન ગુનાનો નાસતો આરોપી ઝડપાયો : સુરેન્દ્રનગર LCB એ ચોટીલાના સુરૈઇથી પકડ્યો

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 22 Jul 2026, 02:12 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રોહિબિશન ગુનાનો નાસતો આરોપી ઝડપાયો : સુરેન્દ્રનગર LCB એ ચોટીલાના સુરૈઇથી પકડ્યો

સુરેન્દ્રનગર LCB પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી ચોથાભાઇ ભનુભાઇ પરમારને ઝડપી પાડ્યો છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આ આરોપીને તેના ગામ સુરૈઇ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.
જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે LCB પી.આઈ. બી.એચ. સીંગરખિયાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એન.એ. રાયમા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ બારડને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે, ચોટીલા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.0074/2026 ના પ્રોહિબિશન ગુનાનો આરોપી ચોથાભાઇ ભનુભાઇ પરમાર સુરૈઇ ગામમાં નિશાળ પાછળ હાજર હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી ચોથાભાઇ ભનુભાઇ પરમારને ઘટનાસ્થળેથી ઝડપી લીધો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેનો કબ્જો ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં LCB PI બી.એચ.સીંગરખિયા, PSI આર.જે.ગોહીલ, PSI એન.એ.રાયમા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ તેમજ કોન્સ્ટેબલ સરદારસિંહ અને કુલદીપભાઇ સહિતની ટીમ જોડાઈ હતી.
📲Get App