टेक्नोलॉजी
અમદાવાદમાં સાયબર સુરક્ષા માટે 'Kanaad Shield Hackathon'નું આયોજન: ટેક-યુવાનોએ રજૂ કર્યા અવનવા સોલ્યુશન્સ
यहाँ देखें:
▶️ YouTube
અમદાવાદના i-Hub ખાતે સાયબર ક્રાઈમ સામે લડવા માટે 'Kanaad Shield Hackathon'નું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના યુવા ડેવલપર્સ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
વધતા જતા ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમ સામે લડવા અને નાગરિકોના ડેટા તથા ડિજિટલ અસ્કયામતોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે અમદાવાદ સ્થિત i-Hub ખાતે 'Kanaad Shield Hackathon'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ટેક-સેવી યુવાનો, ડેવલપર્સ અને વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને AI આધારિત ડિજિટલ ટૂલ્સ માટે અવનવા સોલ્યુશન્સ રજૂ કર્યા હતા.
આ હેકાથોન દરમિયાન સાયબર ફ્રોડ, ડીપફેક, ડેટા ચોરી અને ઓનલાઇન સુરક્ષાના પડકારો સામે લડવા માટે નવીન ટેકનોલોજી પર ગહન મંથન કરવામાં આવ્યું હતું. યુવા ઇનોવેટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો હતો.
આ મહત્વપૂર્ણ પહેલ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ગુજરાત પોલીસ વડા શ્રી જી. એસ. મલિક (IPS), અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત (IPS) અને સાયબર ક્રાઇમ ડીસીપી ડૉ. લવીના સિન્હા (IPS) સહિતના ઉચ્ચ અધિકારીઓ, સાયબર નિષ્ણાતો અને મોટી સંખ્યામાં યુવા ઇનોવેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.