🔥 TRENDING Arunachal Conservation Projects Spotli... Arunachal Youth Group Calls for Releas... Omar Abdullah, Mehbooba Mufti liken De... LG Sinha says Global Capability Centre... Parag Singh's Inauguration in Punjab:... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સરન...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં 'Joy of Giving' કાર્યક્રમ યોજાયો: સેવા અને સહયોગનો સંદેશ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 10 Oct 2026, 11:18 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે ભારત વિકાસ પરિષદ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે 'Joy of Giving' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ લાવવાનો હતો..

સાબરકાંઠાના-:
હિંમતનગર ભારત વિકાસ પરિષદ હિંમતનગર તથા હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 'Joy of Giving' (આનંદથી આપવાનો આનંદ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સેવાભાવ, માનવતા, સહયોગ અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તેમજ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓનું અજવાળું પાથરવાનો હતો.આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં સંવેદનશીલતા અને પરસ્પર સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.આ પ્રસંગે સેવા અને સમર્પણના ભાવ સાથે સમાજના દરેક વર્ગ સુધી સહાય અને આનંદ પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો..

ભારત વિકાસ પરિષદ અને હિંમતનગર નગરપાલિકાની આ સંયુક્ત પહેલ સમાજસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.આપવામાં જે આનંદ છે,તે જ સાચી સેવાનો સાર છે એ ભાવના સાથે સૌએ માનવતા, સહયોગ અને લોકકલ્યાણના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો.
📲Get App