🔥 TRENDING Smriti Mandhana Makes Captaincy Debut... Amit Shah says end of Naxalism cannot... સુરત સ્પા અને વેલનેસ સેન્ટરો પર પોલિસ... Bhagat Singh Sena Chief Seeks AAP Supp... Vishwanath Ballidav Appointed As Raich... लोणावळ्यात बनावट कॉल सेंटरचा पर्दाफाश
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં JG નવરાત્રી મહોત્સવ પર પોલીસની લાલ આંખ: લાયસન્સ અને ફાયર NOC વિના આયોજન બંધ કરવાનો આદેશ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 16 Oct 2026, 12:11 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન JG નવરાત્રી મહોત્સવનું આયોજન જરૂરી લાયસન્સ અને ફાયર સેફ્ટી NOC વિના થતાં સારોલી પોલીસે આયોજકોને તાત્કાલિક આયોજન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

સુરતમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષાને લઈને પુણા કેનાલ રોડ પર મંજૂરી વિના અને ફાયર સેફ્ટી સહિતના નિયમોની અવગણના કરીને શરૂ કરાયેલી ચર્ચિત JG નવરાત્રી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જરૂરી પ્રિમાયસીસ લાયસન્સ, પોલીસ પરવાનગી તેમજ ફાયર એનઓસી ન હોવાના કારણે સારોલી પોલીસ સ્ટેશન દ્વારા આયોજકોને કડક નોટિસ ફટકારીને આયોજન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર નોટિસ મુજબ, પુણા કેનાલ રોડ પર રોમન ડાઇન હોટલની બાજુમાં આવેલ જે.જી. નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માટે સરકારી ધારાધોરણો મુજબ જરૂરી લાયસન્સ મેળવવામાં આવ્યા ન હતા.

સરકારી ધારાધોરણો અને નિયમો અનુસાર, આવા મોટા જાહેર આયોજનો માટે તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરીને પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાન્ચ પાસેથી પ્રિમાયસીસ લાયસન્સ મેળવવું ફરજિયાત હોય છે. નિયમોનું પાલન ન થતાં પોલીસે આ પગલું ભર્યું છે.
📲Get App