🔥 ट्रेंडिंग वृन्दावन में प्रेमनन्द जी महाराज के एक... परिणी चोपड़ा की जासूसी थ्रिलर नेटफ्लिक... મહાadહેશે આગ પર કાબુ મેળવ્યો: મેંદવીમા... ऐश्वarya लेक्श्मी और अर्जुन दास ने नेट... ड्रिश्यम 2: 'द कॉनक्लूज़न' इस हफ्ते थि... कैर्री‑एन‑एन मोस व नोआ रेइड के साथ 'या...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતની ૨૮૯ સરકારી ITIમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ: ૧૦ હજારથી વધુ રોપાઓ વાવાયા
स्वास्थ्य

ગુજરાતની ૨૮૯ સરકારી ITIમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ: ૧૦ હજારથી વધુ રોપાઓ વાવાયા

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 06 अग. 2026, 12:48 PM 👁 82
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અભિયાનની મુખ્ય વિગતો ​મુખ્ય આયોજન: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી ૨૮૯ સરકારી ITIમાં વૃક્ષારોપણ. ​મંત્રીશ્રીનું નિવેદન: "વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા વૃક્ષો વાવવા અને તેનું સંવર્ધન કરવું એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે. યુવાનો કૌશલ્ય મેળવવાની સાથે પર્યાવરણીય જવાબદારી પણ સમજે તે અનિવાર્ય છે."

ગુજરાતની ૨૮૯ સરકારી ITIમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ: ૧૦ હજારથી વધુ રોપાઓ વાવાયા
​ગાંધીનગર:
​ગાંધીનગર સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) પરિસર ખાતેથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિભાગના સહયોગથી આયોજિત આ ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ ૨૮૯ સરકારી ITI સંસ્થાઓમાં એકસાથે ૧૦,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
​આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવાળીયાએ સ્વહસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.
​અભિયાનની મુખ્ય વિગતો
​મુખ્ય આયોજન: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી ૨૮૯ સરકારી ITIમાં વૃક્ષારોપણ.
​મંત્રીશ્રીનું નિવેદન: "વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા વૃક્ષો વાવવા અને તેનું સંવર્ધન કરવું એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે. યુવાનો કૌશલ્ય મેળવવાની સાથે પર્યાવરણીય જવાબદારી પણ સમજે તે અનિવાર્ય છે."
​નાગરિકોને અપીલ: મંત્રીશ્રીએ માત્ર છોડ વાવવા સુધી સીમિત ન રહેતા, તેના ઉછેર અને પૂર્ણ જતન માટે કટિબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું.
​ઉપસ્થિત મહાનુભાવો
​કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, રોજગાર અને તાલીમ નિયામક શ્રી એ.કે.વસ્તાણી, સંયુક્ત સચિવ શ્રી તેજસ સોની, ITI ગાંધીનગરના આચાર્ય શ્રીમતી માનસીબેન તેરૈયા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
📲Get App