🔥 ट्रेंडिंग अरुणाचल लीग ने फुटबॉल से परे नौकरियाँ... बुद्ध के पवित्र अवशेष तीन हफ्ते के प्र... J&K बैंक ने पल्लनवाला में नई शाखा खोली जम्मू क्षेत्र में सुरक्षा संचालन की जा... जम्मू-कश्मीर पुलिस ने अनंतनगर में डॉक्... राजा वड़िंग के नेतृत्व में लुधियाना मे...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

હિંમતનગર ITI માં પાંચમો કૌશલ્ય દીક્ષાંત સમારોહ,વિ ડી ઝાલા દ્વારા પ્રમાણપત્ર અને મેડલ વિતરણ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 21 नव. 2026, 05:17 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ITI ખાતે યોજાયેલા કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં વિ.ડી. ઝાલા દ્વારા તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને પ્રમાણપત્રો અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા..

સાબરકાંઠામાં-:
હિંમતનગર ITI ખાતે પાંચમો કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો.આ સમારોહમાં હિંમતનગર વિધાનસભા લોકપ્રિય ધારાસભ્ય વિ ડી ઝાલા ઉપસ્થિત રહી તાલીમ પૂર્ણ કરનાર યુવા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અને મેડલ એનાયત કર્યા.સમારોહમાં દર્શાવવામાં આવ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં,કૌશલ્ય આધારિત શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમ પણ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયારૂપ છે..

ITI જેવી સંસ્થાઓ યુવાનોને આત્મનિર્ભર બનાવવાની સાથે રોજગાર અને સ્વરોજગારની નવી તકોનું સર્જન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ અવસરે તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને તેમની આવડત અને કૌશલ્યના બળે સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા, રોજગાર મેળવવા તેમજ અન્ય લોકોને રોજગારીનું માધ્યમ બનવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.સંસ્થાઓ અને અધિકારીઓએ આ પ્રકારની કૌશલ્ય વિકાસ પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહિત કરવા અને યુવાનોને વ્યવસાયલક્ષી માર્ગો તરફ દોરવા માટે સહયોગ આપવાનો આહ્વાન કર્યો.
📲Get App