🔥 TRENDING बिलाई गांव में वार्ड पंच पद के लिए स्व... जिला शाहजहाँपुर कलान नगर पंचायत में 30... થરાદ-ડીસા હાઈવે પર ભારતમાલા રોડ પર ગંભ... વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે કર... મહુવા નાગરિક સહકારી બેંક ચૂંટણી: બિપિન... ભેંસાણ પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયા...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભુજ: ખાણ-ખનીજ વિભાગના IT એક્ઝિક્યુટિવ અને ખાનગી વ્યક્તિ રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

✍️ Reporter: Samasandhi Salman Anwar 🗓 28 Sep 2026, 09:26 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ ખાતે ખાણ-ખનીજ વિભાગના કરાર આધારિત IT એક્ઝિક્યુટિવ અને એક ખાનગી વ્યક્તિ રેતી લીઝનું એકાઉન્ટ અનલોક કરવાના બદલામાં રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના હાથે ઝડપાઈ ગયા છે.

ભુજ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને ખાણ-ખનીજ વિભાગ, ભુજ ખાતે કરાર આધારિત IT એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા જીનીશ નિતિનભાઇ આચાર્ય (ઉ.વ. ૩૦) અને માઇનિંગ વિભાગમાં અરજી તૈયાર કરવાનું કામ કરતા ખાનગી વ્યક્તિ આશિષ કાળૂભાઇ આચવડીયા (ઉ.વ. ૪૧) ને રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીની વર્ષ ૨૦૦૮ માં મંજૂર થયેલ રેતી લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયું હતું. ખનન થયેલ ખનીજનું વહન કરવા માટે રોયલ્ટી પાસ જનરેટ કરવા એકાઉન્ટ અનલોક કરવું જરૂરી હતું. આ કામ માટે ફરિયાદીએ ખાણ-ખનીજ કચેરીનો સંપર્ક કરતા IT એક્ઝિક્યુટિવ જીનીશ આચાર્યએ એકાઉન્ટ અનલોક કરી આપવા માટે રૂ. ૫૦,૦૦૦ ની લાંચ માંગી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભુજ ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. દરમિયાન, આરોપી જીનીશ આચાર્યએ લાંચની રકમ પોતાના સાથીદાર આશિષ આચવડીયાને આપવાનું જણાવ્યું હતું. આશિષ આચવડીયાએ લાંચની રકમ સ્વીકારી હતી અને ACB દ્વારા ટ્રેપ દરમિયાન બંને આરોપીઓને રૂ. ૫૦,૦૦૦ ની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ટ્રેપનું આયોજન અને અમલીકરણ ભુજ ACB ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.એન.મોઢવાડીયા તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે ભુજ ખાણ-ખનીજ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.
📲Get App