🔥 TRENDING সৈনিকের স্কুলের প্রাচীর কাটা নিয়ে টাম... IAS Officer Harjot Kaur Named Chief of... Maharashtra CM Devendra Fadnavis Addre... Latur water crisis prompts meeting bet... Uma Exports Launches Pulse Manufacturi... Azam Khan signals intent to contest Ut...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

નાઈટ પાર્ટી બની અખાડો: બે સિનિયર IPS અધિકારીઓ વચ્ચે જાહેરમાં મારામારી, આસામના DGP સુધી પહોંચ્યો મામલો

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 25 Nov 2026, 01:01 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આસામ પોલીસ વિભાગમાં બે વરિષ્ઠ IPS અધિકારીઓ વચ્ચે બબાલનો એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. કોકરાઝારમાં એક પ્રાઇવેટ નાઇટ પાર્ટી દરમિયાન આસામના બે મોટા પોલીસ અધિકારીઓ સામસામે આવી ગયા હતા. કહેવાય છે કે બંને વચ્ચેનો વિવાદ મારામારી સુધી પહોંચી ગયો હતો.SSP અને DIG વચ્ચે ઝઘડો

મળતી માહિતી મુજબ, આ ઘટના કોકરાઝારમાં આયોજિત એક નાઇટ પાર્ટી દરમિયાન બની હતી. અહીં SSP અક્ષત ગર્ગ અને DIG વાય.ટી. ગ્યાત્સો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ શરૂ થયો હતો. શરૂઆતમાં બંને અધિકારીઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. આરોપ છે કે ત્યારબાદ બંને અધિકારીઓ વચ્ચે મારામારી પણ થઈ હતી. જોકે, હજુ સુધી ઝઘડા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.

મામલો શાંત પાડવામાં લાગ્યું DGP કાર્યાલય

ઘટનાની માહિતી પોલીસ મુખ્યાલય સુધી પહોંચતા જ અધિકારીઓમાં હલચલ મચી ગઈ હતી. મામલો બે વરિષ્ઠ IPS અધિકારીઓ સાથે જોડાયેલો હોવાથી પોલીસ વિભાગે આને ગંભીરતાથી લીધો છે. કહેવાય છે કે, બંને અધિકારીઓ વચ્ચેના વિવાદનો અંત લાવવા અને સમાધાન કરાવવા માટે DGP કાર્યાલય તરફથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.

CM હિમંત બિસ્વા સરમાએ શું કહ્યું?

બે IPS અધિકારીઓ વચ્ચે થયેલી મારામારી અંગે આસામના CM હિમંત બિસ્વા સરમાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ બંને અધિકારીઓનો અંગત મામલો છે અને તેનું સમાધાન લાવવામાં આવશે. જો આ ઘટના ડ્યુટી દરમિયાન બની હોત, તો આ મામલામાં ચોક્કસ કાર્યવાહી થાત. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમણે DGPને આ મામલો થાળે પાડવા નિર્દેશ આપ્યા છે.
📲Get App