🔥 TRENDING കേരള ലളിതകലാ അക്കാദമിയിൽ പുതിയ ചെയർമാൻ... सिकराय के गीजगढ़ गांव के पहाड़ी किले म... Nc Goes into active model in kashmir Kuki groups call for impartial investi... 9th Rashtriya Poshan Maah Observed in... Manipur Forest Chief Calls for Public‑...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત વિભાગના IPS પ્રેમવીર સિંહ દ્વારા નવસારી જીલ્લા ના મરોલી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ.

✍️ Reporter: Chandrakant Mistry 🗓 05 Oct 2026, 09:00 PM 👁 31
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

IPS પ્રેમવીર સિંહએ 5 ઓક્ટોબર 2026 ના રોજ નવસારી જિલ્લા ના મરોલી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું.

5 ઓક્ટોબર 2026 ના રોજ સુરત વિભાગના IPS પ્રેમવીર સિંહ, પોલીસ મહાનિરીક્ષક, નવસારી જિલ્લા ના મરોલી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવા માટે હાજર થયા.

નવસારી જિલ્લાના S.P રાહુલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તેના માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી.તેમજ I G સાહેબ ના આગમન સમયે S.P રાહુલ પટેલ દ્વારા સલામી આપવામાં આવી હતી તેમજ પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું. I G સાહેબ દ્વારા સભાખંડ માં અધિકારીઓને કાયદા અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જરૂરી સૂચના આપી હતી.કોઈ પણ વ્યક્તિ હોય ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવા માટે તાકીદ કરી હતી.

આ નિરીક્ષણ નવસારી જિલ્લામાં નિયમિત રીતે યોજાતા વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમનો ભાગ છે, જેમાં પોલીસ સ્ટેશનની કામગીરી, સુવિધાઓ અને કાયદો અમલની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

નિરીક્ષણ દરમિયાન સ્ટેશનની વ્યવસ્થાપન, સજ્જતા અને જાહેર સુરક્ષા સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, અને અધિકારીઓને સુધારણા માટે માર્ગદર્શન આપ્યા.
📲Get App