Defence
માંગરોળના નામે ભારતીય નૌકાદળમાં INS માંગરોળનો સમાવેશ: દરિયાઈ સુરક્ષામાં વધશે તાકાત
જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના નામ પરથી ભારતીય નૌકાદળમાં INS માંગરોળનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આ જહાજને સત્તાવાર રીતે સામેલ કરાયું છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર માટે ખૂબ ગૌરવની વાત છે કે, ભારતીય નૌકાદળમાં 'INS માંગરોળ'નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા જહાજને મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે, જેનાથી દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો થશે.
INS માંગરોળ એ માહે-ક્લાસનું ત્રીજું એન્ટી-સબમરીન વોરફેર શેલો-વોટર ક્રાફ્ટ છે. આશરે ૭૮.૪ મીટર લાંબુ આ જહાજ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં કામગીરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ જહાજમાં લગભગ ૮૦ ટકા સ્વદેશી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 'મેક ઇન ઇન્ડિયા' પહેલને પ્રોત્સાહન આપે છે.
આધુનિક ક્ષમતાઓથી સજ્જ આ જહાજમાં સોનાર સિસ્ટમ, ટોર્પિડો અને રોકેટ લોન્ચર, માઇન-વૉરફેર ડિફેન્સ, ગન તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ અદ્યતન સાધનોની મદદથી દરિયાની અંદર છુપાયેલી સબમરીન સહિતના સંભવિત જોખમો સામે અસરકારક રીતે કામગીરી કરવામાં મદદ મળશે.