🔥 TRENDING পুরুলিয়ায় ঘূর্ণিঝড়ের আশঙ্কা দূর, সপ... Tiger Shroff makes comeback performanc... Formula E testing halted after fire in... आरा‑पटना न्यू बायपास पर अठारह पहिया ट्... Punjab: One Killed, Three Injured in G... Guneet Monga, Vikas Khanna Join J.A. B...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

IND A vs PAK A: પાકિસ્તાન 313 રનમાં ઓલઆઉટ; ભારતના 4 બોલરોની 2-2 વિકેટ, મેચમાં ઉગ્ર બોલાચાલી

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 23 Nov 2026, 12:45 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોઈ મુદ્દે સામસામે આવી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે અમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો અને ભારતીય કેપ્ટન તિલક વર્મા સાથે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત, આઉટ થતા પહેલા શમીલ હુસૈને હર્ષિતની બોલિંગ અંગે ટિપ્પણી કરી હતી, જેનો જડબાતોડ જવાબ આપતા હર્ષિતે શમીલને આઉટ કર્યા બાદ બહાર જવાનો ઈશારો કરીને અને હસીને અત્યંત આક્રમક અંદાજમાં સેન્ડ-ઓફ આપ્યું હતું. વિવાદ વધતા અમ્પાયરે ફરી હસ્તક્ષેપ કરીને હર્ષિતને શાંત રહેવાની સલાહ આપી હતી.
મેચની શરૂઆતમાં ટોસ વખતે પણ અજીબોગરીબ ડ્રામા જોવા મળ્યો હતો. પાકિસ્તાન A ના કેપ્ટન અબ્દુલ સમદે 'હેડ્સ' કોલ કર્યો હોવા છતાં મેચ રેફરી નિયામુર રશીદે ભૂલથી 'ટેલ્સ' જાહેર કરતા ભારત ટોસ જીત્યું હોવાનું મનાયું હતું. જોકે, બંને કેપ્ટનોએ સિક્કો તપાસ્યા બાદ સમદે માઈક પર સ્પષ્ટ 'હેડ' હોવાનું જણાવતા રેફરીએ ભૂલ સુધારી પાકિસ્તાનને ટોસ વિજેતા જાહેર કર્યું હતું, અને આ દરમિયાન બંને કેપ્ટનોએ હાથ પણ મિલાવ્યા ન હતા. ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન તિલક વર્માએ જણાવ્યું હતું કે સૂકી પિચને જોતા તેઓ પણ પ્રથમ બેટિંગ કરવા જ માંગતા હતા, પરંતુ ઈજામાંથી સાજા થયા બાદ હર્ષિત અને પ્રિન્સે શાનદાર બોલિંગ કરી છે.આ મેચમાં ભારત Aની પ્લેઇંગ XIમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપરાજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ રમી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન Aની પ્લેઇંગ XIમાં શમીલ હુસૈન, માઝ સદાકત, રોહેલ નઝીર (વિકેટકીપર), હસન નવાઝ, અબ્દુલ સમદ (કેપ્ટન), ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઈમરાન રંધાવા, અહેમદ દાનિયાલ, સુફિયાન મુકીમ અને અલી રઝા સામેલ છે.
📲Get App