🔥 ट्रेंडिंग સુઈ ગામના સુપરસ્ટાર એવા ચંદનભાઈ રાઠોડ... ફતેપુરામાં યસસ્વી વડાપ્રધાનના જન્મદિવસ... 2,500 Illegal PG Shops Uncovered in Ba... UPI नियमों के बदलाव से व्यापारियों में... BESCOM posts ₹293.62 crore profit desp... विश्वकर्मा पूजा में माँ पथरखणी की विशे...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર તરીકે ચૂંટાયા, ત્રીજા ક્રમે ભવ્ય વિજય

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 17 सित. 2026, 06:08 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પનામામાં ભારતીય સહકારી આંદોલનની ઐતિહાસિક સિદ્ધિ

IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર તરીકે ચૂંટાયા, ત્રીજા ક્રમે ભવ્ય વિજય

પનામા સિટી :આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલન માટે ભારતને ગૌરવ અપાવતા સમાચાર પનામાથી આવ્યા છે. પનામા સિટીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની મહાસભા દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં ભારતીય સહકારી આંદોલનના વરિષ્ઠ નેતા અને IFFCO (ઈફકો) તથા GUJCOMASOL ના અધ્યક્ષ *દિલીપ સંઘાણી* ICAના *ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર (At-Large Director)* તરીકે ચૂંટાયા છે. તેઓ ત્રીજા ક્રમે સૌથી વધુ મત મેળવીને વિજેતા બન્યા છે, જે ભારત માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક ઉપલબ્ધિ છે.

ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ પનામામાં હાજર ભારતીય સહકારી પ્રતિનિધિમંડળમાં ઉત્સાહ અને ગર્વની લહેર ફરી વળી હતી. સભાખંડમાં ઉપસ્થિત તમામ સભ્યોએ એકસૂરે *"ભારત માતા કી જય" અને "વંદે માતરમ્"* ના નારાઓથી સમગ્ર સભાખંડને ગુંજવી દીધો હતો. વિદેશની ધરતી પર ગુંજેલા આ નારાઓએ વૈશ્વિક સહકારી મંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠા અને પ્રભાવને વ્યક્ત કર્યો હતો.
દિલીપ સંઘાણી છેલ્લા અનેક દાયકાઓથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ખેડૂતો, ગ્રામ્ય અર્થવ્યવસ્થા તથા સહકારી સંસ્થાઓના સશક્તિકરણ માટે સતત કાર્ય કરતા આવ્યા છે.

ICA એ વિશ્વનું સૌથી મોટું અને અગ્રણી વૈશ્વિક સહકારી સંગઠન છે, જે વિવિધ દેશો અને પ્રદેશોની સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ICAના ગ્લોબલ બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ મળવાથી ભારતીય સહકારી આંદોલનનો અવાજ આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂત બનશે.

દિલીપ સંઘાણીની આ જીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના *‘સહકારથી સમૃદ્ધિ’ (Sahkar Se Samriddhi)* ના વિઝન અને ભારતના સહકારી આંદોલનની વૈશ્વિક સ્વીકૃતિ તરીકે પણ જોવામાં આવી રહી છે. ભારત આજે સહકારના માધ્યમથી ખેડૂતો, ગ્રામ્ય સમુદાયો અને સામાન્ય નાગરિકોના આર્થિક તથા સામાજિક સશક્તિકરણની દિશામાં નવી મિસાલ સ્થાપિત કરી રહ્યું છે.

પોતાની જીત બદલ દિલીપભાઈ સંઘાણીએ ICAના તમામ સભ્ય દેશો, પ્રતિનિધિઓ અને વૈશ્વિક સહકારી સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ ભારતના સહકારી આંદોલનની ભાવના, અનુભવ અને દૃષ્ટિકોણને વૈશ્વિક મંચ પર અસરકારક રીતે રજૂ કરવા અને સમગ્ર વિશ્વમાં સહકારિતાને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

આમ , દિલીપ સંઘાણીનું ICA બોર્ડમાં ચૂંટાવું એ ભારત માટે ગૌરવ, ભારતીય સહકારી આંદોલન માટે સન્માન અને વૈશ્વિક સહકારી ક્ષેત્રમાં ભારતના વધી રહેલા પ્રભાવનું મહત્વપૂર્ણ પ્રતીક છે.
📲Get App