🔥 TRENDING लोणीत वाचन प्रेरणा दिन उत्साहात; ग्रंथ... ઉમરપાડા જંગલમાંથી ખેરના વૃક્ષો કાપતી 8... कटिहार के आजमनगर में दुर्गा पूजा की धू... ખેરાલુના મલેકપુર મહાદેવપુરામાં પરંપરાગ... IAS Officer Faces Inquiry After Using... Two Arrested Over Viral Tourist Disput...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

આપના ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, સુરત સિવિલમાં ICUમાં સારવાર હેઠળ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:22 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ICUમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 35 વર્ષીય નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હાલ તેઓ ICUમાં વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મોટાભાઈ ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા થતાં તેઓ લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. આ તણાવના કારણે શાંતિલાલ વસાવાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. જોકે, નિઝર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું કે, શરૂઆતમાં આ બનાવ અગમ્ય કારણોસર થયો હોવાનું જણાયું હતું, પરંતુ પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસને કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ પારૂલ વડગામાએ જણાવ્યું કે, 12 ઓક્ટોબરે શાંતિલાલ દામજીભાઈ વસાવા નામના દર્દીને મેડિસિન ડિપાર્ટમેન્ટ હેઠળ મેડિકલ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કેસ ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ (OP પોઈઝનિંગ)નો છે. દર્દી હાલ વેન્ટિલેટર પર છે અને તેમની તબિયત ઘણી ગંભીર છે.
📲Get App