🔥 TRENDING આશાપુરામાં પગપાળા મુસાફરોને પૈસા માંગત... Damoh Police Crackdown After Pregnant... दो बदमाशों को क्यों गिरफ़्तार एक अवैध... फर्रुखाबाद में दो अपराधियों को गिरफ्ता... कांकेर में यातायात पुलिस की सख्त कार्र... One injured in Brooks Boulevard shooti...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૈશ્વિક સિદ્ધિ બાદ આધ્યાત્મિક આશીર્વાદ: ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર દિલીપભાઈ સંઘાણીએ ચલાલા અને સાતાધારમાં સંતોના લીધા આશીર્વાદ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 05 Oct 2026, 10:10 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૈશ્વિક સિદ્ધિ બાદ આધ્યાત્મિક આશીર્વાદ: ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર દિલીપભાઈ સંઘાણીએ ચલાલા અને સાતાધારમાં સંતોના લીધા આશીર્વાદ

ICA ગ્લોબલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા બાદ ભારતીય સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીએ તેમના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન સંઘાણી સાથે ચલાલા અને સાતાધાર ખાતે આધ્યાત્મિક દર્શન અને સંતોના આશીર્વાદ લીધા હતા.

શ્રી સંઘાણીએ સૌ પ્રથમ ચલાલા સ્થિત શ્રી દાનબાપુની જગ્યા - દાન મહારાજ દેવસ્થાન ખાતે દર્શન કરી પૂજ્ય વલકુબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે સાતાધાર દેવસ્થાન ખાતે પહોંચી પૂજ્ય વિજયબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અમરેલીથી શરૂ થયેલી તેમની સહકાર યાત્રા આજે વૈશ્વિક સ્તરે પહોંચી છે, ત્યારે સંતોના આશીર્વાદ મેળવીને તેમણે સહકારથી સમૃદ્ધિના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ટીમ સહકાર અમરેલીના આગેવાનો સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App