🔥 ट्रेंडिंग श्रीगंगानगर रेल ट्रैक धमाके में पंजाब... जालंधर में कांग्रेस ने पीसीएस परिणामों... लुधियाना में मशीन के पट्टे में फँसे का... एटीएस ने नवी मुंबई के 20 साल के युवक क... भोपाल नगर निगम में टैक्स घोटाला: 10 अध... छत्तीसगढ़ में दो सड़क दुर्घटनाओं में च...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

Human Rights Federation (USA)એ ગુજરાતના કલેક્ટરોને TAT HS પરીક્ષાની પારદર્શક મૂલ્યાંકન અને રદ ન કરવા માંગતી અરજી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 14 नव. 2026, 11:36 PM 👁 46
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

TAT HS પરીક્ષાના પરિણામો અને મૂલ્યાંકન પદ્ધતિમાં વિસંગતતાઓને લઈને હ્યુમન રાઇટ્સ ફેડરેશન (USA)એ ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરોને ચાર મુખ્ય માંગો સાથે અરજી કરી..

હ્યુમન રાઇટ્સ ફેડરેશન (USA) ના ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ મહેન્દ્ર આયલાણીએ તાજેતરમાં TAT HS (Higher Secondary) પરીક્ષાના પરિણામો અને મૂલ્યાંકન પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઓને ધ્યાનમાં લઈ,ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સત્તાવાર ઇમેઇલ દ્વારા આવેદનપત્ર મોકલ્યું.આ પરીક્ષાના પરિણામો અને મૂલ્યાંકન પદ્ધતિમાં થયેલી ખામીઓથી હજારો શિક્ષક ઉમેદવારોની ભવિષ્યમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે,જેના કારણે ન્યાય અને પારદર્શિતાની માંગ વધતી જાય છે..

આવેદનપત્રમાં ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે: (૧) પેપર‑૧ અને પેપર‑૨ ના ગુણ અલગથી જાહેર કરવાં; (૨) ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ પ્રદાન કરવાં; (૩) ગુણની ગણતરીમાં થયેલી ભૂલો સુધારવા માટે યોગ્ય રજૂઆતની તક આપવાં; (૪) કોઈપણ પરિસ્થિતિમાં TAT HS પરીક્ષા રદ ન કરવી, અને જો કોઈ અનિયમિતતા જણાય તો ઊંડી તપાસ કરીને યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવી.આ અરજીની નકલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ને પણ સત્તાવાર રીતે મોકલવામાં આવી છે,જેથી તમામ સંબંધિત અધિકારીઓથી તાત્કાલિક પ્રતિસાદ અને કાર્યવાહી અપેક્ષિત છે.
📲Get App