🔥 ट्रेंडिंग बिहार पुलिस ने जेनाबाद में पेपर लीकेज... उद्धव ठाकरे, राज ठाकरे ने मुंबई में ने... मग्गी-लोडेड ट्रक के पानी में गिरने पर... महाराष्ट्र ने मेडिकल सीटों के लिए संस्... एबीवीएमयू यूपी ने शुरू किया CNET 2026... उत्तर प्रदेश में पुरुष की हत्या, शरीर...
24 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢની ધ રોયલ કે.કે. સ્કૂલની પસંદગી : શિક્ષણ વિભાગના HPC વર્કશોપ માટે જિલ્લાની ૬ શાળાઓમાં સ્થાન

થાનગઢની ધ રોયલ કે.કે. સ્કૂલની પસંદગી : શિક્ષણ વિભાગના HPC વર્કશોપ માટે જિલ્લાની ૬ શાળાઓમાં સ્થાન

✍️ रिपोर्टर: Divyarajbhai khachar 🗓 23 जुल. 2026, 01:02 PM 👁 19
થાનગઢની ધ રોયલ કે.કે. સ્કૂલની પસંદગી : શિક્ષણ વિભાગના HPC વર્કશોપ માટે જિલ્લાની ૬ શાળાઓમાં સ્થાન

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) વર્કશોપ માટે થાનગઢ તાલુકામાંથી ધ રોયલ કે.કે. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ એન્ડ હાઇસ્કુલની પસંદગી કરવામાં આવી છે. આ વર્કશોપ અમદાવાદ ખાતે યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લાની ૫૦૦થી વધુ ખાનગી શાળાઓમાંથી કુલ ૬ શાળાઓને આ HPC વર્કશોપ માટે પસંદ કરવામાં આવી હતી, જેમાં ધ રોયલ કે.કે. સ્કૂલનો સમાવેશ થાય છે.
આ વર્કશોપમાં શિક્ષકોને સમગ્ર શિક્ષણના અભિગમને અનુરૂપ HPCના અસરકારક અમલીકરણ, વિદ્યાર્થીઓના સર્વાંગી મૂલ્યાંકન, ક્ષમતાઓના વિકાસ અને પ્રગતિના વૈજ્ઞાનિક મૂલ્યાંકન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
થાનગઢની ધ રોયલ કે.કે. સ્કૂલ તરફથી સમીરભાઈ હીરાલાલ મકવાણાએ આ વર્કશોપમાં હાજરી આપી હતી. શાળાને આશા છે કે વર્કશોપમાંથી પ્રાપ્ત માર્ગદર્શન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વધુ અસરકારક સાબિત થશે.
📲Get App