🔥 TRENDING Bidar news नंदीवाले समाजाच्या अध्यक्षांच्या मातोश... नंदीवाले समाजाच्या अध्यक्षांच्या मातोश... नंदीवाले समाजाच्या अध्यक्षांच्या मातोश... ਪੰਜਾਬ ਦੀਆਂ 518 ਗਊਸ਼ਾਲਾਵਾਂ ਦੇ 100 ਕਰੋੜ... રી જલિયાણ નેચર ક્યોર સેન્ટર દ્વારા કેમ...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા 5 અને 6 ઓક્ટોબર 2026ના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 37મા આંતર-કોલેજ યુવા મહોત્સવ "કલ્પવૃક્ષ - The UniYouthFest 2026"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

✍️ Reporter: Rushikesh Joshi 🗓 05 Oct 2026, 03:22 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા 5 અને 6 ઓક્ટોબર 2026ના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 37મા આંતર-કોલેજ યુવા મહોત્સવ "કલ્પવૃક્ષ - The UniYouthFest 2026"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા 5 અને 6 ઓક્ટોબર 2026ના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 37મા આંતર-કોલેજ યુવા મહોત્સવ "કલ્પવૃક્ષ - The UniYouthFest 2026"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક મહોત્સવનું સત્તાવાર ઉદ્ઘાટન 5 ઓક્ટોબર 2026ના રોજ સવારે 10:30 વાગ્યે મુખ્ય અતિથિ શ્રી બળવંતસિંહ રાજપૂત (માનનીય ધારાસભ્ય - સિદ્ધપુર અને પૂર્વ કેબિનેટ મંત્રી) દ્વારા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાના અધ્યક્ષસ્થાને થશે. આ કાર્યક્રમમાં કવિ અને ગીતકાર પ્રશાંત કેદાર જાદવ તથા પ્લેબેક સિંગર ઋજુ જાદવ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે, જ્યારે આયોજનનું નિમંત્રણ કુલસચિવ ડૉ. રોહિતકુમાર દેસાઈ અને યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ નિયામક ડૉ. ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. 'કલ્પવૃક્ષ' થીમ પર આધારિત આ બે દિવસીય ઉત્સવ યુવાનોની પ્રતિભા, ઉત્સાહ અને સર્જનાત્મકતાને મંચ પૂરો પાડશે, જેમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ સંગીત, નૃત્ય, નાટક અને લલિત કળા જેવી સ્પર્ધાઓમાં ભાગ લેશે.
📲Get App