🔥 TRENDING हजारीबाग के नगवां टोल प्लाज़ा में बड़े... కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు ముఖ్యమ... 52-Year-Old Prisoner Escapes Satna Cen... Madhya Pradesh Land Ownership Scheme S... MP Travel Mart 2026 to Attract Over Rs... Indian Army Apache Helicopter Shoots D...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

healthy

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 06 Oct 2026, 09:08 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

health

🏛️"સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત"દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ

આજ રોજ, તા.6 ઓક્ટોબર, 2026ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સરકારની વિવિધ મફત સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો નગરજનો સુધી પહોંચે તેમજ લોકોને સરકારી સેવાઓ માટે સરળતાથી લાભ વહેલા માં વહેલી તકે મળે તથા સૌ જન કલ્યાણકારી યોજનાઓ ની માહિતી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કલાલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દેવગઢ બારિયા ના મામલતદાર શ્રી સમીરભાઈ પટેલ સાહેબ,ચીફ ઓફિસર શ્રી વૈશાલીબેન નિનામાં,શહેર ભાજપ પ્રમુખ શ્રી અક્ષયભાઈ ભગતાણી, કાઉન્સિલરશ્રીઓ વિકીભાઈ બાલવાણી, અક્ષયભાઈ સુથાર, જયેન્દ્રભાઈ, રાઉલજી, મીનાબેન બારિયા, સમીરભાઈ શેખ સહિત અન્ય આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોની હાજરી રહી હતી.

સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી નગરજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ અંગેની માહિતી, માર્ગદર્શન તથા લાભ મેળવવાની સુવિધા એક જ સ્થળે મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

🙏 તમામ નગરજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તથા આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા અપીલ.

સેવા સેતુ • જનસેવા • જનકલ્યાણ • દેવગઢ બારિયાનો વિકાસ🙏🙏
📲Get App