🔥 TRENDING Jalandhar Health Officials Conduct HIV... New Aam Aadmi Clinic Inaugurated in Tu... વડોદરા: લેબર લાયસન્સ માટે ૭૦,૦૦૦ ની લા... Collector and SP Inspect Singhasth 202... ग्राम पंचायत सरवन में प्रत्येक बुधवार... फारबिसगंज रामलीला समिति द्वारा पहली बा...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં 'GUCCI FLORA'ના નકલી પરફ્યુમનું વેચાણ કરતા એક શખ્સને પોલીસે ઝડપ્યો, 45,990 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 14 Oct 2026, 09:28 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી બ્રાન્ડ 'GUCCI FLORA'ના ડુપ્લિકેટ પરફ્યુમનું વેચાણ કરતી ઓફિસ પર પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી નકલી સ્ટીકરો અને પરફ્યુમ બોટલો સહિત કુલ ₹45,990નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરત શહેરમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ્સ પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી બ્રાન્ડ 'GUCCI FLORA'ના ડુપ્લિકેટ પરફ્યુમનું વેચાણ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે લસકાણા પોલીસે સફળ દરોડો પાડયો હતો. પોલીસે સ્થળ પરથી નકલી સ્ટીકરો તથા પરફ્યુમ બોટલો સહિત કુલ ₹45,990ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી છે.

'GUCCI FLORA' કંપનીની લીગલ ટીમને આ અંગે બાતમી મળતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઇટ પ્રોટેક્શનનું કામ સંભાળતી 'RNA, IP ATTORNEYS' કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર ક્રિષ્નપાલસિંગ રવિનાથસિંગ સિંગ (ઉં.વ. 34, રહે. ગુડગાંવ, હરિયાણા)ને માહિતી મળી હતી કે, સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાંથી આ બ્રાન્ડના નકલી પરફ્યુમનું વેચાણ થઈ રહ્યું છે.

આ માહિતીના આધારે સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન-1 કચેરીની મંજૂરી મેળવી લસકાણા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડી નકલી પરફ્યુમ અને તેના પેકિંગ મટીરીયલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App