🔥 TRENDING Family in MP performs woman's last rit... Eight pilgrims killed as bus plunges i... Child’s Head Severed, Truck Set Ablaze... West Bengal BJP chief calls for fresh... Big Durga Puja organisers see revenue... Bengal BJP chief says bail does not pr...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દેવભૂમિ દ્વારકામાં GRD જવાનોના ફરજના સમય અંગે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા SP અને DYSPને રજૂઆત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Oct 2026, 12:38 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકને ઈમેલ મારફતે રજૂઆત કરી GRD જવાનોની ફરજના સમય અંગે યોગ્ય તપાસ અને નિયમોનુસાર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે..

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD)ના જવાનોના ફરજના સમયને લઈને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા એક ગંભીર રજૂઆત કરવામાં આવી છે.ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અને નાયબ પોલીસ અધિક્ષક (DYSP)ને ઈમેલ દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ કરવા અને નિયમો મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે..

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે GRD જવાનો માટે જો ફરજનો સમય 6 કલાકનો નિર્ધારિત હોય, તો તેમની પાસે 8 કલાકની ફરજ લેવામાં આવતી હોવાની બાબતની તપાસ થવી જોઈએ. ફરજના સમય અંગે સ્પષ્ટતા કરીને જવાનોના હિતોનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે.હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા માંગ કરવામાં આવી છે કે GRD જવાનોની ફરજના સમય અંગે યોગ્ય તપાસ થાય, લાગુ પડતા સરકારી નિયમો અને સત્તાવાર આદેશોનું પાલન કરાવવામાં આવે. જો વધારાની 2 કલાકની ફરજ લેવામાં આવતી હોય તો તેના નિયમો અને આધાર અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેમજ જવાનોના હિતોનું રક્ષણ કરી ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે..

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે પોલીસ તંત્રને સહયોગ આપતા GRD જવાનોના હિતોનું રક્ષણ થવું જોઈએ અને તેમની ફરજના સમય અંગે લાગુ નિયમોનું પાલન થવું જોઈએ. ફેડરેશન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે સંબંધિત પોલીસ અધિકારીઓ આ રજૂઆતને ગંભીરતાથી લઈને યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરશે.
📲Get App