🔥 ट्रेंडिंग सीआरपीएफ के सेवानिवृत्त सब-इंस्पेक्टर... जयपुर में बुजुर्ग दंपती को 20‑दिन ‘डिज... गोचर भूमि खोलने हेतु બાવળા-સાણંદના ખેડૂતો વીજ ટ્રાન્સમિશન લ... जैथरा में गांधी जयंती पर स्वच्छता अभिय... Bijali katauti se graminon mein aakros...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બોટાદ: ખોટી નંબર પ્લેટ મામલે ગુનો દાખલ ન કરવા માટે ૨૨,૦૦૦ ની લાંચ લેતા GRD જવાન એસીબી ના હાથે ઝડપાયો

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai 🗓 03 अक्टू. 2026, 08:58 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન કિશનભાઇ મનજીભાઇ ચૌહાણને ખોટી નંબર પ્લેટ મામલે ગુનો દાખલ ન કરવા માટે ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા બોટાદ એસીબી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

બોટાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે આજે એક સફળ છટકાનું આયોજન કરી બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન કિશનભાઇ મનજીભાઇ ચૌહાણ (ઉં.વ. ૨૬) ને ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીના ભત્રીજાને ખોટી નંબર પ્લેટ લગાવીને બાઈક ચલાવતા હોવાની શંકાના આધારે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ મામલે ગુનો દાખલ ન કરવા માટે GRD જવાન કિશનભાઇ ચૌહાણે ફરિયાદી પાસે પ્રથમ ૫૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ, રકઝકના અંતે ૨૨,૦૦૦ રૂપિયા નક્કી થયા હતા.

જોકે, ફરિયાદી લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક બોટાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે, એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું. આયોજિત છટકા દરમિયાન, આરોપી કિશનભાઇ ચૌહાણે ફરિયાદી પાસેથી નક્કી થયેલી ૨૨,૦૦૦ રૂપિયાની લાંચની રકમ ક્રિષ્ના મોબાઇલ, SBI ATM ની બાજુમાં, લાઠીદડ ખાતે સ્વીકારી હતી અને એસીબીની ટીમે તેમને ત્યાં જ દબોચી લીધા હતા.

આ ટ્રેપીંગની કાર્યવાહી બોટાદ એસીબી પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.સી. મોલીયા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનાએ પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે.
📲Get App