🔥 TRENDING IIT Jodhpur Builds Offline AI Assistan... रुदौली तहसील के मवई चौराहे पर रोडवेज ब... Kavya Gowda Comments on Manj Aggressiv... માંડવી પોલીસ દ્વારા 19 વર્ષ જૂની જમીન... રાયગઢ ગામ દારૂના અડ્ડા સુરતની શાળાએ ગણેશ ચતુર્થી પર પર્યાવરણમ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠાના તલોદ GIDCની બંધ ફેક્ટરીમાંથી એક્સપાયરી પાણીની બોટલોનું ખુલ્લેઆમ વેચાણ, લોકોના આરોગ્ય સાથે ચેડાં ​Subtitle 'Fresco Beverages' દ્વારા નિર્મિત 'Arike' બ્રાન્ડનું એક્સપાયર

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 15 Sep 2026, 04:40 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના તલોદ GIDCની બંધ ફેક્ટરીમાંથી એક્સપાયરી પાણીની બોટલોનું ખુલ્લેઆમ વેચાણ, લોકોના આરોગ્ય સાથે ચેડાં ​Subtitle 'Fresco Beverages' દ્વારા નિર્મિત 'Arike' બ્રાન્ડનું એક્સપાયર

સાબરકાંઠાના તલોદ GIDCની બંધ ફેક્ટરીમાંથી એક્સપાયરી પાણીની બોટલોનું ખુલ્લેઆમ વેચાણ, લોકોના આરોગ્ય સાથે ચેડાં
'Fresco Beverages' દ્વારા નિર્મિત 'Arike' બ્રાન્ડનું એક્સપાયર થયેલું પાણી બજારમાં ઠલવાયું; મુદત વીતી ગયા છતાં સપ્લાય યથાવત
સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાંથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલા પ્લાન્ટમાંથી એક્સપાયરી ડેટ વટી ચૂકેલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની બોટલો બજારમાં છૂટક વેચાણ માટે પહોંચાડવામાં આવી રહી હોવાના વિડિયો પુરાવા સામે આવ્યા છે.
​બોટલના લેબલ મુજબ, આ પ્રોડક્ટ Fresco Beverages (પ્લોટ નં. 255-256, GIDC તલોદ, જિલ્લો સાબરકાંઠા) દ્વારા ઉત્પાદિત 'Arike' બ્રાન્ડનું પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર છે. બોટલ પર ઉત્પાદનની તારીખ 26/03/2026 અને એક્સપાયરી તારીખ 26/08/2026 દર્શાવેલી છે. 'બેસ્ટ બિફોર 6 મન્થ્સ'ની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, બંધ ફેક્ટરીમાં સંગ્રહાયેલો આ જથ્થો વાહનોમાં ભરીને બજારમાં દુકાનો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
​માહિતી અનુસાર પ્લાન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે મૌલિક પ્રજાપતિનું નામ સામે આવ્યું છે. આટલી મોટી માત્રામાં એક્સપાયર થયેલું પાણી ખુલ્લેઆમ બજારમાં વેચાવા પહોંચી જતાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોએ આ સમગ્ર મામલે તુરંત તપાસ કરી, બજારમાંથી આ બિનઆરોગ્યપ્રદ સ્ટોક જપ્ત કરી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
📲Get App