🔥 TRENDING RSSB CET 2026 Exam Calendar Revised –... Amritsar Calls for Accountability in G... Guru Nanak Dev University Student Neer... Congress Holds Protest in Jalandhar, B... Security Tightened in Jalandhar Ahead... 33/11 केवी विद्युत उपकेंद्र कोंचनाका म...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચ અંકલેશ્વર GIDCમાં ETL કંપનીની પાણીની ટાંકી તૂટી, હજારો લીટર પાણી વહી ગયું

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 29 Sep 2026, 06:00 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ અંકલેશ્વર GIDC સ્થિત ETL કંપનીમાં પાણીની ટાંકી પ્રેશર વધવાના કારણે તૂટી પડતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને નજીકની કંપનીઓને પણ નુકસાન થયું હતું.

ભરૂચ અંકલેશ્વર GIDCમાં આવેલી ETL કંપનીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીની પાણીની ટાંકી અચાનક ધડાકાભેર તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટાંકીમાં પ્રેશર વધી જવાના કારણે તેની દીવાલ તૂટી પડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનામાં ટાંકીમાંથી હજારો લીટર પાણી વહી ગયું હતું, જેના કારણે GIDCના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એટલું જ નહીં, નજીકમાં આવેલી કેટલીક કંપનીઓના કમ્પાઉન્ડમાં પણ પાણી ઘૂસી જતાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાણીના પ્રવાહને કારણે કંપનીઓના કામકાજ પર પણ અસર પડી હતી.

ટાંકી તૂટવાની આ ઘટનાને પગલે GIDC વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
📲Get App