🔥 TRENDING वाराणसी के गोदौलिया चौराहे पर तीन मंजि... रूस ने सिर्फ सितंबर महीने में 6.2 टन (... नरसिंहपुर में दशहरा का शांतिपूर्ण उत्स... बहेड़ी के गन्ना किसानों की पीड़ा: केशर... मुरादाबाद के कुंदन नगर में 100 फीट ऊंच... Triple akshmat
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના સચિન GIDCમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ, પોલીસે કલાકોમાં આરોપીને ઝડપ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Oct 2026, 05:00 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સચિન GIDC વિસ્તારમાં ઘરમાં શૌચાલયની અભાવે બાહર જગ્યાએ ગયેલી 8 વર્ષીય બાળકી પર 35 વર્ષીય શખસે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરતના સચિન GIDC વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 35 વર્ષીય શખસે 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો ગુનો આચર્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આ બાળકીના ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેણે ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યાએ શૌચક્રિયા માટે જવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન જ આરોપી શખસે બાળકી પર હુમલો કરી દુષ્કર્મ આચર્યું હતું.

આ હેવાનિયત બાદ ભયભીત થઈ ગયેલી માસૂમ બાળકી રડતી હાલતમાં ઘટનાસ્થળથી આશરે 100 મીટર દૂર આવેલા પોતાના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચ્યા બાદ બાળકીએ તેની માતાને સમગ્ર આપવીતી વિશે જણાવ્યું હતું, જેથી પરિવારમાં ચકચાર મચી ગઈ હતી.

આ ચકચારી ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી શખસને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
📲Get App