રાજકોટના આજી GIDC ખાતે આવેલી તન્વી ગોલ્ડમાં થયેલી લૂંટ અને હ*ત્યાની ઘટનાનું પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું
રાજકોટના આજી GIDC ખાતે આવેલી તન્વી ગોલ્ડમાં થયેલી લૂંટ અને હ*ત્યાની ઘટનાનું પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું
રાજકોટના આજી GIDC ખાતે આવેલી તન્વી ગોલ્ડમાં થયેલી લૂંટ અને હ*ત્યાની ઘટનાનું પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. દોઢ કરોડ રૂપિયાથી વધુના સોના-ચાંદીના દાગીનાની લૂંટ દરમિયાન લાલજીભાઈ સરધારાની ગોળી મારી હ*ત્યા કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં જ 10 આરોપીઓને ઝડપી પાડયા હતા. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચાર આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આ દરમિયાન લૂંટ અને હ*ત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેની વિગતો મેળવવામાં આવી હતી. પોલીસની ઝડપી કામગીરીને લઈને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી.