Local
પાનોલી GIDC સ્થિત સલ્ફર મિલ્સ લિમિટેડ પ્લાન્ટમાંથી કેમિકલ ગેસ લીકેજની આશંકા, અફરાતફરીનો માહોલ
પાનોલી GIDC સ્થિત સલ્ફર મિલ્સ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાંથી અચાનક શંકાસ્પદ કેમિકલ યુક્ત ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકો અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ દોડી ગઈ હતી.
અંકલેશ્વર નજીક આવેલી પાનોલી GIDC સ્થિત 'સલ્ફર મિલ્સ લિમિટેડ' પ્લાન્ટમાં અચાનક બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કંપનીના પ્લાન્ટમાંથી અચાનક ભારે માત્રામાં શંકાસ્પદ કેમિકલ યુક્ત ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થતાં જ આસપાસની અન્ય કંપનીઓના કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, કંપનીમાં કોઈ ટેકનિકલ ખામી કે પ્રક્રિયા દરમિયાન કેમિકલ ગેસ લીક થયો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને કારણે હવામાં તીવ્ર દુર્ગંધ પ્રસરી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ કંપનીના સેફ્ટી ઓફિસર્સ, સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ અકસ્માતમાં કોઈ કર્મચારીને ગૂંગળામણ કે અન્ય કોઈ ઇજા થઈ છે કે નહીં, તે અંગે સત્તાવાર વિગતો મેળવવાની પ્રક્રિયા અને ઘટનાના ચોક્કસ કારણની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.