🔥 TRENDING UP man kills 70-year-old mother, siste... फतेहगढ़-कमालगंज 33 केवी लाइन में बड़ा... Vidyut Sakhis: How Rural Women in Utta... UP CM Yogi Adityanath Meets Union Envi... Sittong Aura Bonfire Incident Leaves W... Devotees Throng Amritsar to Mark Sri G...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

સાવરકુંડલા GIDC વિકાસ માટે ધારાસભ્ય મહેશ કસવાલાની અધ્યક્ષતા હેઠળ મહત્વપૂર્ણ બેઠક

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 18 Sep 2026, 11:58 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા-લીલીયા વિસ્તારમાં મંજૂર થયેલી GIDCની સુચારુ વિકાસ માટે ધારાસભ્ય મહેશ કસવાલાની અધ્યક્ષતા હેઠળ વિવિધ એસોસિએશન અને GIDC અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા થઈ.

સાવરકુંડલા-લીલીયા વિસ્તારમાં મંજૂર થયેલી GIDCના સુચારુ વિકાસ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તથા GIDCના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી પાયાની સુવિધાઓ, માળખાકીય વ્યવસ્થા, રસ્તા સહિતના વિકાસકાર્યો અને સ્થાનિક ઉદ્યોગકારોની જરૂરિયાતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સ્થાનિક ઉદ્યોગકારોના પ્રશ્નો અને સૂચનો સાંભળી, GIDCના વિકાસકાર્યો ઝડપથી આગળ વધે તે અંગે ચર્ચા કરવામાં આવી. સંબંધિત અધિકારીઓને ઉદ્યોગકારોની મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અમલ દ્વારા GIDCની પ્રગતિને તેજી મળશે અને સ્થાનિક ઉદ્યોગકારો માટે અનુકૂળ વ્યવસ્થાઓ સર્જાશે.
📲Get App