स्थानीय
ગુજરાતમાં Gen Z યુવાનો બનશે વિકાસ અને સુરક્ષાના ભાગીદાર: નાયબ મુખ્યમંત્રીની મોટી જાહેરાત
સુરતમાં આયોજિત સંવાદ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓને વહીવટી અને પોલીસિંગ પ્રોજેક્ટ્સમાં સીધી જવાબદારી સોંપવાની જાહેરાત કરી.
ગુજરાત સરકાર રાજ્યના વિકાસ અને સુરક્ષા વ્યવસ્થામાં નવી પેઢી એટલે કે ‘Gen Z’ યુવાનોને માત્ર પ્રેક્ષક નહીં, પરંતુ સીધા જવાબદાર ભાગીદાર બનાવવા તરફ આગળ વધી રહી છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, સુરત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે આયોજિત સંવાદ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ઐતિહાસિક જાહેરાત કરી હતી.
આ જાહેરાત મુજબ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના યુવા વિદ્યાર્થીઓને હવે વહીવટ તેમજ પોલીસિંગના અત્યંત જટિલ પ્રોજેક્ટ્સની કમાન સોંપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નવી પેઢીના ઇનોવેટિવ આઇડિયા જ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને સ્માર્ટ અને આધુનિક બનાવી શકે છે. સરકાર આ યુવાનોની પ્રતિભાને નીતિ-નિર્માણ અને ગવર્નન્સમાં સીધી તક આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, કેન્ટીનમાં વાતો અને રીલ્સ પર આલોચના કરવાનો સમય ગયો. હવે સોશિયલ મીડિયા પર માત્ર ટીકા કરવાને બદલે, ગ્રાઉન્ડ લેવલ પરના પ્રશ્નોના ઉકેલ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ પહેલ દ્વારા, યુવાનોના વિચારો અને ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ રાજ્યના વિકાસ અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવશે.