🔥 TRENDING દેવગઢ, બારિયા: સરકારી હોસ્પિટલમાં 40,0... उपचुनाव में पाँच विधानसभा और एक लोकसभा... Protests Intensify Over Dam Project as... FADA Reports 13.75% Rise in September... APEDA Chair Taba Tedir Inspects 130 kW... धनतेरस के कारण राजस्थान में पंचायत चुन...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસો: કલેક્ટર દ્વારા આરોગ્ય ટીમોની કામગીરીનું નિરીક્ષણ
Health

મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસો: કલેક્ટર દ્વારા આરોગ્ય ટીમોની કામગીરીનું નિરીક્ષણ

✍️ Reporter: SAGAR PATEL 🗓 16 Aug 2026, 02:12 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં ગુલિયન-બારે સિન્ડ્રોમ (GBS) ના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા આરોગ્ય ટીમોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

મહીસાગર જિલ્લામાં ગુલિયન-બારે સિન્ડ્રોમ (GBS) ના શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા લુણાવાડામાં ગ્રાઉન્ડ ઝીરો પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે લુણાવાડા જનરલ હોસ્પિટલ તેમજ વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન, ૨૧ આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવી રહેલા સર્વેની વિસ્તૃત માહિતી કલેક્ટર દ્વારા મેળવવામાં આવી. નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના ભાગરૂપે આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

વધુમાં, તકેદારીના પગલારૂપે શાળાઓ અને મધ્યાહન ભોજન (MDM) કેન્દ્રોમાં ફૂડ સેફ્ટીની તપાસ કરવાના અને કોઈપણ પ્રકારની બેદરકારી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
📲Get App