🔥 TRENDING Man Files FIR Accusing Wife and Mother... Virat Kohli Stuns Crowd with Spectacul... Omar Government pledges inclusive deve... Supreme Court Urges Review of 2-Child... Roopkumar Secures Sensational Victory,... Rain and Snow Expected Across Jammu &...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્ન ભાવ વધારાથી નફા માર્જિન દબાઈ, FOGWAએ 15-20% ગ્રે કાપડ ભાવ વધારાની માંગ કરી
Local

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્ન ભાવ વધારાથી નફા માર્જિન દબાઈ, FOGWAએ 15-20% ગ્રે કાપડ ભાવ વધારાની માંગ કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Sep 2026, 11:12 AM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્નના ભાવમાં સતત વધારાને કારણે ઉત્પાદન ખર્ચ અને વેચાણ ભાવ વચ્ચેનું અંતર જોખમી સ્તરે વધી ગયું છે, જેના કારણે વિવર્સનું નફા માર્જિન દબાઈ ગયું છે. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશને ગ્રે કાપડના ભાવમાં 15% થી 20% વધારો કરવાની સત્તાવાર અપીલ કરી છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્નના ભાવમાં સતત વધારાને કારણે ઉત્પાદન ખર્ચ અને કાપડના વર્તમાન વેચાણ ભાવ વચ્ચેનું અંતર જોખમી સ્તરે વધી ગયું છે, જેનાથી વિવર્સનું નફાનું માર્જિન સંપૂર્ણપણે દબાઈ ગયું છે.

આ સંકટમાંથી ઉદ્યોગને ઉગારવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) દ્વારા સુરત શહેર અને જિલ્લાના તમામ વિવર્સને એક થઈને ગ્રે કાપડના વેચાણ ભાવમાં તાત્કાલિક 15% થી 20% નો વધારો કરીને જ સોદા કરવાની સત્તાવાર અપીલ કરવામાં આવી છે. આવું થવાના કારણે તેની સીધી અસર કાપડના ભાવ પર આગામી દિવસોમાં જોવા મળશે.

FOGWAના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, કાચા માલ સમાન યાર્નના ભાવ સતત વધી રહ્યા છે. કાચો માલ મોંઘો થયો છે ત્યારે વિવર્સ માટે જૂના ભાવે ગ્રે કાપડ વેચીને એકમો ચલાવવા અશક્ય બની ગયા છે.

જો વિવર્સ જૂના ભાવે માલ વેચવાનું ચાલુ રાખશે તો મોટા પાયે આર્થિક ખોટ સહન કરવાનો વારો આવશે. તેથી વધેલા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે ગ્રે કાપડમાં 15% થી 20% નો ભાવવધારો લેવો અનિવાર્ય બન્યો છે.

FOGWAની આ અપીલથી સુરતના ટેક્સટાઇલ બજારમાં ભાવમાં તાત્કાલિક ફેરફાર થવાની અપેક્ષા છે, જેનાથી ઉદ્યોગને ઉત્પાદન ખર્ચના વધારા સામે લડવા માટે જરૂરી રાહત મળશે.
📲Get App