🔥 TRENDING TMC Name and Symbol Erased from West B... Mamata Accuses BJP of Fostering Restiv... PM Modi congratulates West Bengal on P... India ships 1 tonne of Bihar’s makhana... Abhijit Dipke Launches CJP Protest fro... Aurangabad: 2‑Year‑Old Child Dies Afte...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરપંચના અંગત સંબંધી સામે પત્રકારો સાથે ગાળાગાળી બદલ FIR દાખલ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 07:38 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના-: હિંમતનગર તાલુકામાં ઝહીરાબાદના સરપંચના અંગત સંબંધી સામે પત્રકારો સાથે જાહેર સ્થળે અપમાનજનક વર્તન અને ગાળાગાળી કરવા બદલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ વધુ ગંભીર બન્યો છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના ઝહીરાબાદ ગામના સરપંચના અંગત સંબંધી સામે પત્રકારો સાથે જાહેર સ્થળે અપમાનજનક વર્તન અને ગાળાગાળી કરવા બદલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. FIR મુજબ નામજોગ આરોપી રફીકભાઈ ઉર્ફે ડોન જાનમહમદ મેમણ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 325 અને 351(3) હેઠળ ગુનો નોંધાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર પત્રકાર મિત્રો તેમના કામકાજ અર્થે ગામના પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમિયાન સરપંચ અને તેમના અંગત સંબંધીઓ સાથે કોઈ બાબતે ટકરાર થઈ હતી.આ ટકરાર દરમિયાન પત્રકારોને ગંદી ગાળો આપી અપમાનિત કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો FIRમાં કરવામાં આવ્યા છે..

પોલીસ સ્ટેશન જેવા જાહેર સ્થળે આ પ્રકારની ઉચ્ચ ભાષા અને ગાળો બોલાતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. FIRની મુખ્ય વિગતો મુજબ આ ફરિયાદ 2 ઓક્ટોબર 2026ના રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.ગુનાનો પ્રકાર પત્રકાર સાથે ગાળો-અપમાન અંગેની ફરિયાદ તરીકે દર્શાવવામાં આવ્યો છે.આ સમાચાર FIRમાં દર્શાવેલ માહિતી અને પ્રાથમિક વિગતોના આધારે છે.હાલમાં તમામ આક્ષેપો તપાસાધીન છે અને કોઈ પણ વ્યક્તિને દોષિત માનવામાં આવતો નથી.
📲Get App