🔥 TRENDING Telangana Seeks Global Partnerships to... Telangana Schools Closed on Nov 24 as... Historic Cuttack Bali Yatra Commences... Odisha Reports Increase in Juvenile Cr... Madhu Babu Pension Scheme: New Benefic... TIDCO to Unlock ₹1,500 Crore Loans, Re...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 24 Nov 2026, 09:53 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

sport

*જૂડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવતી બારીઆ કોલેજની ખેલાડી*
વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી જૂડો સ્પર્ધામાં વાય. એસ. આર્ટસ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢ બારીયામાં બી. એ. સેમેસ્ટર - 2 માં અભ્યાસ કરતી બારીઆ પ્રિયંશીએ જોરદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવી આપણા રાજ્ય. યુનિવર્સિટી, કોલેજનું નામ રોશન કરેલ છે.
આ સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિવ દમણની ખેલાડી બહેનોએ ભાગ લીધેલ હતો.
આ ખેલાડી બહેનને કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. રણજીતસિંહ રાઠોડે માર્ગ દર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. જૂડો કોચ પાર્થભાઈ અને મુકેશભાઈ સોનીએ કોચિંગ પૂરું પાડેલ હતું. આ ખેલાડી બહેનને બારીઆ હાયર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી રાજમાતા ઉર્વશી દેવીજી (બા સાહેબ), ઉપપ્રમુખશ્રી શ્રીમંત મહારાજા તુષારસિંહજી (બાબા સાહેબ), મહારાણી અંબિકા દેવીજી તેમના રાજવી પરિવારે, કોલેજના સેક્રેટરીશ્રી વિનુભાઈ મહેતા, આચાર્યશ્રી ડૉ. એમ.એન ગોહિલ સાહેબ અને સમગ્ર કોલેજ પરિવારે શુભેરછાઓ આપી અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App