🔥 TRENDING सुप्रीम कोर्ट की केंद्र सरकार को चेताव... फलोदी: 36 घंटे की अथक मशक्कत के बाद बो... વાંકોલ પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્... हनुमानगढ़ की पूनम गिद्वानी ने राष्ट्री... ધાંગધ્રા શિશુ કુંજના ખેલાડીઓનો રાજ્ય ક... India's IITs Complete Successful Initi...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 17 Oct 2026, 10:12 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

આજ રોજ માં આદ્યશક્તિની આરાધનાના પવિત્ર અને ભક્તિમય પર્વ નવરાત્રી નિમિત્તે એક ખાસ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ધાર્મિક મૂલ્યોથી માહિતગાર થાય તેમજ તેમનામાં એકતા, સામાજિક સમરસતા અને ઉત્સાહની ભાવના કેળવાય તેવો હતો.

અભ્યાસની સાથે સાથે બાળકો આપણી પરંપરાગત કળા અને ઉત્સવોને માણી શકે તે માટે આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આદરણીય ટ્રસ્ટીશ્રી બાબા સાહેબના વરદ હસ્તે માં આદ્યશક્તિની ભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી અને સર્વેના કલ્યાણ માટે માં અંબાના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.

આરતી પશ્ચાત શાળાનો સમગ્ર પરિસર ગરબાના તાલે અને ગરબાના સૂરથી ગુંજી ઉઠ્યો હતો. પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને શાળાના સમગ્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ એકસાથે ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમ્યા હતા. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા બદલ સમગ્ર શાળા પરિવાર, આયોજકો અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર. જય અંબે! 🙏✨
📲Get App