🔥 TRENDING उपाध्यक्ष ने नई दिल्ली में शास्त्री वि... New BJP Arunachal In-Charge Devesh Kum... J&K Govt Orders All Employees To Atten... J&K Govt Launches Inquiry Against GMC... पंडोखर पुलिस ने धारा 138 NI Act के तहत... J&K Admin Releases Compensation for Fo...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 06 Oct 2026, 09:00 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

👉દેવગઢ બારીઆની એસ. આર. હાઈસ્કૂલ ખાતે 'બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન' ઉત્સાહભેર સંપન્ન👈
✨ સરદાર પટેલ SVS-૩ ની ૪૭ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૬૧ જેટલી કૃતિઓ રજૂ કરાઈ
✨ રાજવી પરિવારના શ્રીમંત રાજમાતા ઉર્વશીદેવીજી સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
દેવગઢ બારીઆ, ૬ ઓક્ટોબર:
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-દાહોદ તેમજ ડાયટ-દાહોદના સંયુક્ત ઉપક્રમે આજરોજ ૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ એસ. આર. હાઈસ્કૂલ, દેવગઢ બારીઆ ખાતે સરદાર પટેલ શાળા વિકાસ સંકુલ-૩ (SVS-3) કક્ષાનું "બાળ વૈજ્ઞાનિક: ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન" અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ ગયું હતું.
આ પ્રદર્શનમાં સંકુલની ૪૭ શાળાઓમાંથી પધારેલા બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો દ્વારા પાંચ અલગ-અલગ વિભાગોમાં કુલ ૬૧ જેટલી નવતર અને ઉપયોગી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ એસ. આર. હાઈસ્કૂલના જુડો હોલ ખાતે પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત તમામ આમંત્રિત મહાનુભાવોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી શબ્દોથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે એસ. આર. હાઈસ્કૂલ - બારીઆ કેળવણી મંડળના પ્રમુખશ્રી, પૂર્વ રમતગમત મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને બારીઆ રાજવી પરિવારના આદરણીય શ્રીમંત રાજમાતા ઉર્વશીદેવીજી બાપુરાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી ગીરીશભાઈ ગણાસવા, દાહોદ ડાયેટમાંથી શ્રી શક્તિભાઈ રાઠોડ, SVS સંકુલના સહ-કન્વીનર શ્રી શ્રોફ સાહેબ, QDC કન્વીનર અને એમ. સી. મોદી હાઈસ્કૂલના આચાર્યશ્રી બારીયા સાહેબ, દાહોદ જિલ્લા ગણિત-વિજ્ઞાન મંડળના મંત્રી શ્રી રાજેશભાઈ જાદવ તથા એસ. આર. હાઈસ્કૂલના આચાર્ય અને SVS કન્વીનર શ્રી એમ. આઈ. અરબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, ગણિત-વિજ્ઞાનના શિક્ષકો, નિર્ણાયકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન એસ. આર. હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના શિક્ષિકા શ્રીમતી ફાલ્ગુનીબેન પંડ્યાએ પ્રાસંગિક વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, "આજના સમયમાં જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણ જાળવવા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓનો ત્યાગ કરી જૈવિક દવાઓ અને કુદરતી ખાતરનો ઉપયોગ વધારવો અનિવાર્ય બન્યો છે."
મુખ્ય અતિથિપદેથી શ્રીમંત રાજમાતા ઉર્વશીદેવીજી બાપુરાજ સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, "બજારમાં મળતો પડીકાબંધ ખોરાક અને ફાસ્ટ ફૂડ શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે." તેમણે સૌ વિદ્યાર્થીઓને બહારના જંકફૂડથી દૂર રહી ઘરે બનેલો પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક અને સાત્વિક ખોરાક આરોગવા અનુરોધ કર્યો હતો.
પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન અને મુલાકાત
મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ દેવગઢ બારીઆ નગરની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા અદભુત પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ નિહાળી વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. SVS કક્ષા એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ તમામ કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તથા સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળા પરિવાર ખાસ જહેમત ઉઠાવી હતી.
📲Get App