🔥 ट्रेंडिंग पठानकोट‑जोगिंदर नगर नैनर‑गेज ट्रेनें 1... पठानकोट बनेगा वैश्विक संवाद केंद्र, 14... अमृतसर के केंद्रीय सिख संग्रहालय में त... SGPC हर पंजाब विधानसभा क्षेत्र में आयो... दिल्ली में कॉकरोच जनता पार्टी ने तीन न... బతుకమ్మ పండుగ వేడుకలు
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બિટકોઇન કૌભાંડ: કરોડોની હેરાફેરીના મુખ્ય આરોપી દિવ્યેશ દરજીની ED દ્વારા ધરપકડ, 7 દિવસના રિમાન્ડ મંજૂર

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 10 अक्टू. 2026, 10:57 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડના મુખ્ય આરોપી દિવ્યેશ ધનસુખલાલ દરજીની ધરપકડ કરી છે. સ્પેશિયલ ED કોર્ટે ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દેશભરમાં ચકચાર જગાવનારા કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ આ કૌભાંડના મુખ્ય આરોપી દિવ્યેશ ધનસુખલાલ દરજીની ધરપકડ કરી છે. સુરતમાં અગાઉ સામાન્ય ટ્યુશન ક્લાસીસ ચલાવતા દિવ્યેશ દરજીએ ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી અબજો રૂપિયા પડાવી લીધા હતા. તેને સ્પેશિયલ ED કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

અદાલતમાં સરકારી પક્ષ અને ED દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આશરે ₹690 કરોડના જંગી કૌભાંડ અને 6,994 બિટકોઇનની હેરાફેરી કરવામાં આવી છે. ED દ્વારા આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળી નામદાર સ્પેશિયલ ED કોર્ટે આરોપીના બુધવારે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટ કાર્યવાહી દરમિયાન EDએ જણાવ્યું કે વર્ષ 2019માં આરોપી સામે ECIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં મળેલા પુરાવા મુજબ, વર્ષ 2024માં કેટલાક બિટકોઇન ગેરકાયદેસર રીતે વેચી દેવાયા હતા અને તેમાંથી મળેલી રકમ આરોપીએ પોતાના પરિવારના સભ્યોમાં વહેંચી દીધી હતી. હાલ આ મામલે 6,994 બિટકોઇન સંબંધિત આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં મની લોન્ડરિંગ અને હવાલા મારફતે નાણાંની હેરાફેરી થયાની આશંકાએ EDએ કસ્ટડી માંગી હતી.
📲Get App