🔥 TRENDING ગુજરાત ભાડા વિષયક કાયદા સામે રાજુલા બા... રાજુલામાં જાદુગર ચુડાસમાનું સન્માન ललितपुर में क्षत्रिय महासभा ने निकिता... BJP reaches out to Muslim voters ahead... Devghat Gaya Ji पर देश-विदेश के यात्रि... Civil Aviation Minister Announces Four...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 'e-Zero FIR' સેવાનો શુભારંભ: સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસની નવી પહેલ
Crime

ગુજરાતમાં 'e-Zero FIR' સેવાનો શુભારંભ: સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસની નવી પહેલ

✍️ Reporter: Nishit Shah 🗓 27 Jul 2026, 10:20 AM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં 'e-Zero FIR' સેવાનો શુભારંભ થયો છે, જેનાથી સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો ઘરબેઠાં જ FIR નોંધાવી શકશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 'e-Zero FIR' સેવાનો શુભ પ્રારંભ કર્યો છે. આ સેવાથી સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે.


આ સેવાના માધ્યમથી નાગરિકો 1930 હેલ્પલાઇન પર કોલ કરતાં જ FIRની પ્રક્રિયા શરૂ થશે. કેસની વિગતો સીધી સંબંધિત પોલીસ સ્ટેશન સુધી પહોંચશે, જેથી ઝડપી કાર્યવાહીથી સાયબર ગુનેગારો સામે અસરકારક પગલાં લેવાશે.


નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે કોઈપણ અજાણ્યા કોલ, લિંક અથવા OTP પર વિશ્વાસ ન કરે. સાયબર ફ્રોડ થાય તો તરત જ 1930 પર કોલ કરવો અથવા National Cyber Crime Portal પર ફરિયાદ નોંધાવી શકાશે.
📲Get App