🔥 TRENDING Meghalaya Man to Take SSLC Exam After... Tripura Admin Launches Mask Enforcemen... Tripura Reports Two More COVID-19 Deat... Tripura Reports 431 New COVID-19 Cases... Kharge Accuses Election Commission of... Bengaluru Airport Arrests Alleged Fake...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

જામનગર માં પત્રકાર પર જીવલેણ હમલો કડક કાર્યવાહી ની માંગ સાથે DySP ને આવેદન અપાયું

✍️ Reporter: Husain Dhoki 🗓 29 Sep 2026, 04:32 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગરમાં પત્રકાર પર જીવલેણ હુમલો: કડક કાર્યવાહીની માંગ સાથે પત્રકારોએ DYSPને આપ્યું આવેદનપત્ર
જામનગર:
જામનગર ખાતે ફરજ બજાવતા પત્રકાર રમેશભાઈ કટારમલ પર નાની બોલાચાલીમાં ઉશ્કેરાઈને અલતાફ ખફી સાથે કામ કરતા સતારભાઈ નામના વ્યક્તિ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં જામનગર તેમજ ગુજરાત લેવલના પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે જામનગર સર્કિટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં પત્રકારો એકત્રિત થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે ડી.વાય.એસ.પી. (DYSP) સાહેબની ઓફિસે પહોંચ્યા હતા. પત્રકાર સંગઠનો દ્વારા DYSP સાહેબને આ મામલે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં પત્રકારોએ માંગ કરી છે કે, હુમલાખોર આરોપી સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં કોઈ પણ પત્રકાર મિત્રો સાથે આવી ગેરવર્તણૂક ન થાય અને પત્રકારોની સુરક્ષા જોખમાય નહીં તેવા કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
📲Get App