🔥 TRENDING Kiara Advani Makes Debut Appearance as... Tamil Film 'Magudam' Teases Fans with... Yash Stuns in ‘Toxic’ Trailer: Raw Act... Uttarakhand CM Dhami Prioritizes Pilgr... Uttarakhand CM Promises Officials Will... Manipur Protest: Black Flags Raised as...
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

આજે તારીખ ૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રતાપ નગર સ્થિત મંડળ રેલ પ્રબંધક (DRM) કચેરી ખાતે રેલવે પરામર્શદાત્રી સમિતિ (DRUCC)ની અંતિમ બેઠક સફળતાપૂર્વક સ

✍️ Reporter: Dharmendrakumar Dhobi 🗓 07 Aug 2026, 02:17 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ બેઠકમાં મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી રાજુ ભડકે, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (Sr. DCM) શ્રી નરેન્દ્ર કુમાર તેમજ રેલવે વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હકારાત્મક

આજે તારીખ ૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રતાપ નગર સ્થિત મંડળ રેલ પ્રબંધક (DRM) કચેરી ખાતે રેલવે પરામર્શદાત્રી સમિતિ (DRUCC)ની અંતિમ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ મહત્વપૂર્ણ બેઠકમાં વેસ્ટર્ન રેલવે પૅસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન, વડોદરાના પ્રમુખ અને DRUCC સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાલાએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી રાજુ ભડકે, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (Sr. DCM) શ્રી નરેન્દ્ર કુમાર તેમજ રેલવે વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હકારાત્મક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી આ બેઠકમાં રેલ મુસાફરોની સુવિધાઓ, દૈનિક પાસ ધારકોની સમસ્યાઓ અને ક્ષેત્રીય વિકાસને લગતા વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકની સફળતા પર આનંદ વ્યક્ત કરતાં મોહમ્મદ હબીબ લોખંડવાલાએ રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ રેલ મુસાફરોના હિતમાં આ જ રીતે વધુ સારા સંકલન સાથે કાર્યો થતા રહેશે.
📲Get App