🔥 TRENDING खेड़ला ग्राम पंचायत चुनाव: राधेश्याम ल... पिंडवाड़ा में अज्ञात चोरों ने फैक्ट्री... ग्राम चुरहा नवदिया में 15 अक्टूबर को ह... ਅੰਮ੍ਰਿਤਸਰ: ਇੰਫਲੂਐਂਸਰ ਦਾ ਗੋਲੀਆਂ ਮਾਰ ਕੇ... इंटरलॉकिंग के नाम पर खानापूर्ति! 300 म... चुनाव चिन्हों का वितरण मतदान से 17 घंट...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

Drishyam: The Conclusion: શું વિજય સાલગાંવકર આ વખતે પકડાઈ ગયો ? રિલીઝ થઈ 'દ્રશ્યમ ૩', ક્લાઈમેક્સ જોઈને થીયેટરમાં લોકો સ્તબ્ધ ! જાણો ફિલ્મનો અહેવાલ.

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 04 Oct 2026, 12:52 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અજય દેવગણ સ્ટારર મોસ્ટ અવેટેડ ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ ૩' (અધિકૃત નામ: Drishyam: The Conclusion) ૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ 'દ્રશ્યમ ડે' નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને વિવેચકો તરફથી તેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

અજય દેવગણ સ્ટારર મોસ્ટ અવેટેડ ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ-૩ એટલે કે Drishyam: The Conclusion ૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ 'ગાંધી જયંતિ' નાં દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને વિવેચકો તરફથી તેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

અગાઉના બંને ભાગ મૂળ મલયાલમ ફિલ્મ (મોહનલાલ સ્ટારર)ની બેઠા રિમેક હતા. પરંતુ, મલયાલમ 'દ્રશ્યમ ૩' મે ૨૦૨૬માં રિલીઝ થઈ ચૂકી છે. હિન્દી ફિલ્મના મેકર્સ તેની વાર્તાથી સંતુષ્ટ ન હોવાથી, ડાયરેક્ટર અભિષેક પાઠક અને તેમની ટીમે હિન્દી ઓડિયન્સ માટે બિલકુલ નવી અને મૌલિક (Original) વાર્તા લખી છે. તેથી, જો તમે મલયાલમ ફિલ્મ જોઈ હશે, તો પણ હિન્દી ફિલ્મનો ક્લાઈમેક્સ તમને આંચકો આપશે.

વાર્તા 'દ્રશ્યમ ૨' ના અંતથી આગળ વધે છે. વિજય સાલગાંવકર (અજય દેવગણ) પોતાની બુદ્ધિથી પોલીસને લાશ શોધવામાં નિષ્ફળ બનાવે છે. પરંતુ પત્ર સમીરને ખોનારી પૂર્વ આઈ.જી મીરા દેશમુખ (તબ્બુ) અને તેનો પરિવાર હજુ પણ ન્યાય માટે તડપી રહ્યો છે.

આ વખતે કેસની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચના ખતરનાક એસ.પી રાજવીર સિંહ તોમાર (જયદીપ અહલાવત) ની એન્ટ્રી થાય છે.

પોલીસ વિજયના પરિવાર પર દબાણ વધારે છે અને કોર્ટમાં કેસ જીતવા માટે દિગ્ગજ વકીલ ઇન્દ્રજીત શેટ્ટી (પ્રકાશ રાજ)ની મદદ લે છે.

ફિલ્મમાં ૧૫ ઓગસ્ટ કે ૨ ઓક્ટોબરના બદલે '૨૩ જુલાઈ' નો એક નવો સસ્પેન્સ વળાંક ઉમેરાયો છે, જે આખી વાર્તા પલટી નાંખે છે.

અજય દેવગણે હંમેશાની જેમ પોતાની આંખો અને શાંત પણ ધારદાર અંદાજથી વિજય સાલગાંવકરના પાત્રમાં જીવ રેડી દીધો છે.

જયદીપ અહલાવત આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે. અક્ષય ખન્ના (પાર્ટ ૨) પછી વિજય સામે જયદીપનો માઇન્ડ ગેમ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ક્લાઈમેક્સ ફિલ્મના છેલ્લા ૩૦ મિનિટના કોર્ટરૂમ ડ્રામા અને ટ્વિસ્ટ રૂંવાડા ઊભા કરી દે તેવા છે.

સંગીત અમર મોહિલેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સસ્પેન્સ અને રોમાંચને બેગણો વધારે છે.

બોક્સ ઓફિસ કલેક્શન બતાવે છે કે આ ફિલ્મનું ધમાકેદાર ઓપનિંગ છે. લગભગ ₹૧૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

ફિલ્મે પહેલા જ દિવસે અંદાજે ૬૦ કરોડથી વધુનું નેટ કલેક્શન કરીને અજય દેવગણના કરિયરની સૌથી મોટી ઓપનિંગ મેળવી છે.

માત્ર ૨ દિવસમાં જ ફિલ્મે વર્લ્ડવાઈડ ૧૭૭ કરોડથી વધુનું શાનદાર કલેક્શન કરી લીધું છે.

જો તમે સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોના શોખીન હોવ, તો 'દ્રશ્યમ ૩' (ધ કન્ક્લુઝન) સિનેમાઘરોમાં જોવા માટે એક પર્ફેક્ટ માસ્ટરપીસ સાબિત થઈ રહી છે.
📲Get App