🔥 TRENDING Ujjain MLA Anil Jain Leads Protest Aga... Police Arrest Three in Tikamgarh Liquo... 67-year-old Mohan Parashar to Represen... ASP Mukesh Kumar Sony and Broker Sent... વાઘજીપુર ગામે આંગણવાડી કેન્દ્ર સાત પર... સેવા સંકલ્પ અભિયાન’*
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કીમ રેલવે સ્ટેશન નજીક અંડરપાસ ટનલના કામનો સ્થાનિકો કરે છે વિરોધ, drainage વ્યવસ્થા ન થાય ત્યાં થી સુધી કામ રોકવાની માગ
Local

કીમ રેલવે સ્ટેશન નજીક અંડરપાસ ટનલના કામનો સ્થાનિકો કરે છે વિરોધ, drainage વ્યવસ્થા ન થાય ત્યાં થી સુધી કામ રોકવાની માગ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Sep 2026, 07:30 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કીમ રેલવે સ્ટેશન નજીક શરૂ થેલા અંડરપાસ ટનલના નિર્માણ કારણે સ્થાનિક રહેવાસીઓને પાણીના નિકાલની ચિંતા સંકેત થઈ છે. તેઓ drainage અને પંપિંગ સિસ્ટમની યોગ્ય વ્યવસ્થા થવી સુધી કામ અટકાવવા અને ઝડપથી એસ્કેલેટર કામ પૂરા કરવાની માગ કરે છે.

કીમ રેલવે સ્ટેશન નજીક શરૂ થેલા અંડરપાસ ટનલના નિર્માણ કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપી ગયો છે. તેમની મુખ્ય ચિંતા પૂર્વ વિસ્તારથી આવતા વરસાદી પાણીના નિકાલના કુદરતી માર્ગો અંડરપાસના નિર્માણથી રુંધવાની શક્યતા છે.

જો અંડરપાસ પાસે પૂરતી ક્ષમતાની ડ્રેનેજ અને પંપિંગ સિસ્ટમ ગોઠવવામાં નહીં આવે, તો કીમ નદીનું જળસ્તર વધે ત્યારે પૂર્વ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે અને આ પાણી કીમ પશ્ચિમના રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો તરફ વળી જશે, જેથી મોટા પાયે જળબંબાકારની સ્થિતિ સર્જાશે.

સ્થાનિકોએ માગ કરી છે કે જ્યાં સુધી ડ્રેનેજની યોગ્ય ટેકનિકલ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અંડરપાસનું કામ અટકાવવું, અને વિકલ્પ તરીકે અંડરપાસમાં પાણી ન ભરાય તે માટે ડ્રેનેજ અને હાઇ-કેપેસિટી પંપિંગ સિસ્ટમ ઊભી કરવી. તેમજ, તેઓ ઝડપથી એસ્કેલેટરનું કામ પૂરા કરવાની પણ માંગ કરે છે.
📲Get App